બાબા રામદેવની ધરપકડની માગ કેમ થઈ રહી છે?

0
54

રવિવારથી સોશિયલ મીડિયામાં યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ છવાયા છે. લોકો રામદેવની ધરપકડ થાય તેવી માગ કરી રહ્યા છે.

પતંજલિના સંસ્થાપક બાબા રામદેવે બાબા રામદેવે એક ચૅનલને આપેલી મુલાકાતમાં ડૉ. બી. આર. આંબેડકર અને પેરિયાર ઈવી રામાસ્વામીના સમર્થકો વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. બાબા રામદેવે કથિત રીતે દલિતો, આદિવાસી સમૂહ, મુસ્લિમ અને દિવંગત પેરિયારના સમર્થકો પર ‘બૌદ્ધિક આતંકવાદ’ ફેલાવાનો આરોપ લગાવ્યો છે.

આ મુલાકાતમાં તેમણે ઍન્કર અર્ણવ ગૌસ્વામીને ઊંચકી લીધા તેના પણ મિમ બન્યા હતા.

જોકે, રવિવારે મામલો બદલાઈ ગયો અને બાબા રામદેવની ધરપકડની માગ થઈ હતી.

ઑલ ઇન્ડિયા આંબેડકર મહાસભા, અખિલ ભારતીય પછાત અને અલ્પસંખ્યક સમુદાય કર્મચારી સંઘ અને ભીમ આર્મીએ બાબા રામદેવના નિવેદનની ટીકા કરી છે.

ગૌતમ ભારતીએ લખ્યું કે રામદેવે તમામ હદો પાર કરી દીધી છે. તેઓ હંમેશાં બહુજન સમાજ વિરુદ્ધ બોલતાં રહે છે.

ન્યૂઝચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં બાબા રામદેવે દાવો કર્યો હતો કે આપણે લેનિન, માર્ક્સ અને માઓની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે તેમના વિચારો ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here