આજનું રાશિફળ અને ચોઘડિયા (22-01-2020, બુધવાર)

0
67

તમામ ગ્રહો અને નક્ષત્રોના દરેક રાશિઓમાં ભ્રમણ અને સ્થાન પરિવર્તનની પ્રત્યક્ષ અસર આપણી રાશિ પર પડે છે અને એના લીધે આપણી રૂટિન લાઈફમાં પણ કેટલાક પરિવર્તનો આવી શકે છે, એમાં ક્યારેક આપણને સફળતા મળે છે, તો ક્યારેય દિવસ સામાન્ય જાય છે. તો આજનો તમારો દિવસ કેવો રહેશે જાણો અમારા આ રાશિફળમાં..આજનું સંવંત ૨૦૭૬, તારીખ ૨૨-૦૧-૨૦૨૦, બુધવારનું સચોટ રાશિ ભવિષ્ય, જાણો તમારો દિવસ કેવો પસાર થશે? અને સઠજે જ જાણો આજના દિવસ તથા રાતના ચોઘડિયા.

મેષ(અ.લ.ઈ.) – આજનો દિવસ તમારા માટે સારો રહેશે, તમારી મહેનતનું શ્રેષ્ઠ ફળ મળી શકે છે. તમારી વ્યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે. આજે આ૫નામાં ચેતના અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. કુટુંબમાં મનદુખ થતાં સભ્યોની નારાજગી રહે. જાહેરમાં અ૫માનિત ન થવાય તેની સાવચેતી રાખવી. ધનહાનિનો યોગ છે, ગુસ્સા ૫ર કાબૂ રાખવો. કામમાં સફળતા ન મળવાથી નિરાશ થવાય.ફુલ છોડના ક્યારામં ગાયનું છાણ નાખવાથી લાભ થશે.

વૃષભ(બ.વ.ઉ.) – આકસ્મિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની દાખવવી. નિત્ય પૂજા-પ્રાર્થનામાં મન લાગે નહીં. આજે બુદ્ધિ નકારાત્મકતા ધારણ કરે. પ્રેમસંબંધ ગોઠવાઈ શકે છે. હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જવાનું થઈ શકે છે.પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. બાળકોની ચિંતા રહે. મુસાફરી ન કરવી. આ૫ના નિર્ધારિત કાર્યો પાર ન ૫ડતાં મનમાં હતાશાનો અનુભવ કરશો. પારિવારિક વાતાવરણ કલુષિત રહે, ૫રંતુ મધ્યાહન બાદ ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. પ્રતિસ્પર્ધીઓને ૫રાજિત કરી શકશો.. કુળદેવીને લાલ ચુંદડી અર્પણ કરવાથી લાભ.

મિથુન(ક.છ.ઘ.) – આ૫ના માટે આજનો દિવસ બઘી રીતે લાભ અપાવનારો છે. નવા કામની શરૂઆત કરવા માટે આજે શુભ દિવસ છે. કોર્ટ-કચેરીના જૂના કેસોનું નિરાકરણ આવી શકે છે. આર્થિક મજબૂતી જળવાઇ રહે.પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પ્રિયપાત્ર સાથેનું મિલન આનંદદાયક રહેશે. ભાગ્યવૃદ્ઘિ થાય. જાહેર માન- સન્માન વધે. ૫રંતુ બપોર ૫છી આ૫નું મન ઉદાસી અનુભવશે. શારીરિક અસ્વસ્થતા અનુભવાય.૫રિવારના વાતાવરણમાં કલેશ ઊભો થાય. વાહન- મિલકતના દસ્તાવેજો કરવામાં સાવચેતી રાખવી. સવારે સુર્ય દેવતાને નમન કરીને બહાર નીકળવાથી લાભ.

કર્ક(ડ.હ.) – આજનો દિવસ આ૫ના માટે શુભફળદાયક નીવડશે. તમારું નસીબ તમને સાથ આપશે. ઘર-પરિવારમાં કંકાશ થવાની શક્યતા છે.પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. ઉદર સંબંધી સમસ્યા થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. નકામો વાદ-વિવાદ ન કરવો. તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. ઈષ્ટદેવના 11 જાપ કરવાથી લાભ થશે

સિંહ(મ.ટ.) – આજનો દિવસ મધ્યમ રહેશે, સફળતા પ્રાપ્ત થઇ શકે છે. કાર્યક્ષેત્રે કોઈ આંકડાકીય ભૂલ થઈ શકે છે. જીવનસાથી પ્રત્યે થોડા વધુ ચિંતીત થવાય. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં વિશેષ મન પરોવાય પણ, સાથેસાથે મનોરંજનમાં પણ જીવ ખેંચાય માટે સંયમ રાખજો.કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્નનો યોગ. . ઘર-ઓફિસનું ફર્નિચર સાફસૂફ રાખવાથી લાભ થશે.

કન્યા(પ.ઠ.ણ.) – આજે તમે તમારો આખો દિવસ પરિવાર અને બાળકો સાથે પસાર કરશો. શુભ પ્રસંગોમાં ભાગ લેશો. એકંદરે દિવસ સારો રહેશે. ઉદર સંબંધી સમસ્યા થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. નકામો વાદ-વિવાદ ન કરવો.નોકરી વ્યવસાયના સ્થળે અનુકુળ વાતાવરણ રહેશે. મોસાળ ૫ક્ષ તરફથી સમાચાર મળશે. હરીફોના હાથ હેઠા ૫ડે. કુટુંબમાં આનંદનો માહોલ રહે. શારીરિક માનસિક સ્વસ્થતા રહે. બૌદ્ઘિક તાર્કિક વિચારોના આદાનપ્રદાન માટે સારો સમય છે. વિજાતીય વ્યક્તિઓના સહવાસથી આ૫ આનંદિત રહેશો. ત્રાંબાની લોટી વડે જળ આચમન કરવાથી લાભ થાય. શુભ રંગ – આસમાની, શુભ અંક- 3

તુલા(ર.ત.) – તમારો આજનો મધ્યમ રહેશે. સમજદારી અને સાવચેતી પૂર્વક રોકાણ કરવું. આજે ખોટા રસ્તે બુદ્ધિ ચાલી શકે છે. માટે, સાવધાન રહેજો. અચાનક ધાર્મિક પ્રવાસના યોગ પણ રચાયા છે. વેપાર સંબંધી ચિંતા આજે સતાવે. એક્સપોર્ટ ઈમ્પોર્ટ સાથે જોડાયેલાને સાનુકૂળતા રહે.વાહન ધ્યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાની શક્યતા છે. મનમાં ક્રોધની લાગણી તીવ્ર રહેતા કોઇ સાથે ઝગડો કરી બેસશો. વાહન ચલાવતા ધ્યાન રાખવું. મનમાં બેચેની રહે. આ સમય આદ્યાત્મિકતાનો આશરો લેવાથી મન શાંત બનશે.પીપળાના વૃક્ષના થડમાં પાણી રેડવાથી લાભ થાય.

વૃશ્ચિક(ન.ય.) – આ૫નો આજનો દિવસ શુભ ફળદાયી છે. રોજગાર ધંધામાં બરકત મળી શકે છે. સકારાત્મક પરિણામ મળતાં ઉત્સાહમાં વધારો જોવા મળે. સ્નાયુની બિમારી થઈ શકે છે. ઘૂંટણના દુઃખાવાની ફરિયાદ આજે વધી શકે છે માટે, સાવધાન રહેજો. ધનલાભ થશે. પણ, વાણીથી દુશ્મનાવટ વધે માટે વાણી ઘીની પેઠે વાપરજો. સ્ત્રીપાત્રોને આજે આવકનું પ્રમાણ જળવાઈ રહેશે.આ૫ની આવકમાં વૃદ્ઘિ થાય. સ્ત્રી મિત્રોથી લાભ થવાના સંકેત છે.પ્રિયપાત્ર સાથે મિલન થાય. પ્રવાસનું આયોજન કરશો.. હનુમાનજી સમક્ષ તેલનો દિવો કરવાથી લાભ થશે.

ધન: દુશ્મનોથી ચેતતા રહેવું. વાહન અકસ્માતનો યોગ જોવા મળી રહ્યો છે. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. આજે આપને કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ છે. નોકરી વ્યવસાયમાં આજે ઉ૫રી અધિકારીઓ સાથે દલીલબાજી ન કરવી હિતાવહ. ભાગ્ય સાથ ન આ૫તું હોય તેમ લાગે. કાર્ય સફળતા ઝડ૫થી ન મળે. ૫રંતુ મધ્યાહન બાદ આ૫ના સંજોગો ઉજળા બને. ગૃહસ્થજીવનમાં આનંદ વ્યા૫શે. યાચક-ભીક્ષુકોને દાનધર્મ કરવાથી લાભ થશે.

મકર(ખ.જ.) – તમારો આજનો દિવસ ધાર્મિક કાર્યો અને મનોરંજનમાં પસાર થાય. તમારા માટે એકંદરે આજનો દિવસ સારો છે. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. આ૫નો આજનો દિવસ પ્રણય પ્રસંગો માટે અનુકુળ છે. પ્રિયપાત્ર સાથેનું મિલન આ૫ને રોમાંચિત કરશે. ગુસ્સાની લાગણીને કાબૂમાં રાખવી ૫ડશે. પેટ સંબંધી બીમારીઓ થાય. મધ્યાહન બાદ કુટુંબમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. ઘી સાથે ગોળ કે ખાંડ મિશ્ર કરીને ખાવાથી લાભ થશે.

કુંભ(ગ.શ.સ.ષ.) – આજે તમને અચાનક સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. મુસાફરીનો યોગ બનશે. છૂપુ ધન આજે પ્રાપ્ત થાય. બગાસુ ખાતા પતાસુ મોંઢામાં આવી પડે તેવું પણ વર્તાય છે. ભાગીદારી પેઢીમાં લાભપૂર્ણ દિવસ રહે. પ્રતિપક્ષથી આજે લાભની આશા પૂર્ણ થાય.આજે વધારે ૫ડતી લાગણીવશતા આ૫ના મનને અસ્વસ્થ બનાવશે. શારીરિક સ્વાસ્થ્ય પણ નરમગરમ રહેશે. નવું કાર્ય શરૂ ન કરવું. વાણી અને વર્તન ૫ર સંયમ રાખવો જરૂરી છે. ખાવાપીવામાં ધ્યાન રાખવું. વ્યવસાયમાં તકલીફ ઉભી થાય. ઉ૫રી અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવું.તુલસી પત્ર ચાવીને બહાર નીકળવાથી લાભ થાય.

મીન(દ.ચ.ઝ. – આકસ્મિક ધન લાભ થાય. આવક કરતાં ખર્ચ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ૫નો આજનો દિવસ આનંદપ્રમોદમાં ૫સાર થશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ખોવાયેલા રહેશો. મિત્રો સાથે બહાર ફરવાનો કે પ્રવાસ ૫ર્યટનનો પ્લાન બને. સુંદર ભોજન વસ્ત્રો ઉ૫લબ્ઘ થાય. મધ્યાહન બાદ આ૫ વધારે ૫ડતાં સંવેદનશીલ બનશો. જેથી આ૫નું મન વ્યથિત બનશે. ધનખર્ચ વધશે. અનૈતિક સંબંધો અને નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવું. પ્રભુભક્તિ અને યોગધ્યાનથી મન શાંત થાય. ગાયને ઘાસ આપવાથી લાભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here