હાર્દિક પંડયાને પીઠમાં ઈજા થતા લાંબા સુધી ટીમ ઇન્ડિયા ની બહાર રહી શકે છે.

0
50

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયા બાંગ્લાદેશ સામેની ઈંટરનેશનલ ક્રિકેટ શ્રેણીમાં નહીં રમી શકે, કારણ કે પીઠના પાછળના ભાગમાં ઈજા થતા હવે પંડ્યા ના પીઠના નીચેના ભાગમાં પીડા શરુ થતા, બાંગ્લાદેશ સામે ટી-૨૦ સીરીઝ નહીં રમી શકે. કારણ કે દુખાવો વધતો જતો હોવાથી પંડ્યાને સર્જરી કરાવવી પડે એમ છે. ઈજાની સમીક્ષા માટે હાર્દિક ટુંક સમયમાં ડોક્ટરને મળવા ઇંગ્લેન્ડ જશે. ગત વર્ષે દુબઈમાં રમાયેલા એશિયા કપ દરમિયાન આ દુખાવો શરુ થયો હતો.

એવી પણ ચર્ચા છે કે હાર્દિક પીઠની સર્જરી કરાવવી પડશે, જેમના કારણે તે મેદાનથી ૫ મહિના દૂર રહી શકે છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે “સાઉથ આફ્રિકા વિરુધ્ધની ટેસ્ટ સીરીઝમાંથી તેને એટલા માટે બહાર રાખવામાં આવ્યો છે કેમ કે ટીમના ફિટનેસ સંયોજનમાં ફીટ બેસતો નથી.”

૨૫ વર્ષીય હાર્દિક પંડ્યા ૧૧ ટેસ્ટમાં ૧૭ વિકેટ લેવાની સાથે ૫૩૨ રન બનાવ્યા છે, તેમણે ૫૪ વન-ડેમાં ૯૩૭ રન બનાવ્યા છે. આ ઉપરાંત તેમણે ચાળીસ ટી-૨૦માં ૩૧૦ રન બનાવવાની સાથે ૩૮ વિકેટ ઝડપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here