પરોપકારી અઝીમ પ્રેમજીએ 2019 ના વર્ષમાં $7.5 અબજ ડોલરનું દાન કરી સમગ્ર વિશ્વની સૂચિમાં ટોચ ઉપર સ્થાન મેળવનાર ભારતીય દાનવીર બન્યા

0
33

મૂળ કચ્છી પરિવારમાં જન્મેલા અઝીમ પ્રેમજીની ગણતરી ઈન્ડિયન બિઝનેસ ટાયકુન તરીકે થાય છે

સૂચિમાં બીજા ક્રમ પર વોરન બફેટનું નામ

ફોર્બ્સના એક અહેવાલ મુજબ અઝીમ પ્રેમજી આ નિર્ણય સાથે પોતાના જીવનકાળ દરમ્યાન $21 અબજ ડોલરનું દાન કરી ચૂક્યા છે. ફોરબ્સે જણાવ્યું હતું કે અઝીમ પ્રેમજીને 30 એતિહાસિક હીરોઝ ઓફ ફિલાન્ટ્રોપી લિસ્ટ માટે અમે પસંદ કર્યા છે. આ લિસ્ટમાં એ વ્યક્તિઓ સામેલ છે કે જેઓ એશિયા-પેસિફિકમાં સામનો કરી રહેલા કેટલાક અગત્યના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. આવા એશિયાના અબજોપતિઓ, ઉદ્યમીઓ અને હસ્તીઓનું તેઓ સન્માન કરે છે.

અઝીમ પ્રેમજીએ આપેલ દાનની વિગતોમાં વિપ્રોના શેર, તેમજ તેમની માલિકીની અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. પ્રેમજી દ્વારા અપાયેલ પરોપકારી ફંડનું કુલ મૂલ્ય ₹ 1,45,000 કરોડ એટલે કે 21 અબજ ડોલર છે. જેમાં વિપ્રો લિમિટેડની આર્થિક માલિકીનો 67% હિસ્સો સામેલ છે. તેમણે 2019 ના વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેમણે વિપ્રોના 34% શેરોનો અકબંધ રાખીને ફાઉન્ડેશન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતામાં વધારો કરશે.

જાણો અઝીમ પ્રેમજીને

મૂળ કચ્છી પરિવારમાં 24 જુલાઈ 1945 ના રોજ જન્મેલા અઝીમ પ્રેમજીની ગણતરી ઈન્ડિયન બિઝનેસ ટાયકુન તરીકે થાય છે.

કામ પ્રત્યેની નિષ્ઠાની સાથે સાથે પ્રામાણિકતા પણ અઝીમ પ્રેમજીને વારસામાં મળી હતી. તેમને કંપનીને ટોચ પર લઇ જવી હતી. પરંતુ પ્રામાણિકતાને ગીરવે મુકીને નહી. આથી પોતાના કોઇ કામ કરાવવા માટે ક્યારેય કોઇને લાંચ નહી આપવાનો એણે નિયમ બનાવેલો હતો. અઝીમ પ્રેમજી અનેક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓની ગણના દાનવીરોમાં થાય છે. કંપનીમાં પોતાનો લગભગ અડધો અડધ હિસ્સો દાન કરી ચુક્યાં છે.

એક અહેવાલ પ્રમાણે ધનકુબેર હોવા છતા આ માણસ આજે પણ ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરે છે. 7 સ્ટાર હોટેલમાં રહેવાના બદલે કંપનીના ગેસ્ટહાઉસમાં જ રહે છે.

5 દશકનાં લાંબા કરિયર બાદ એક્ઝીક્યુટીવ ચેરમેન અઝીમ પ્રેમજી જુલાઈ, 2019 માં રીટાયર થઇ ગયા હતા. રીટાયર થતાં સમયે તેમણે કહ્યું હતું કે તેઓ હવે માત્ર પરોપકાર કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.

સૂચિમાં બીજા ક્રમ પર વોરન બફેટે કર્યું છે $3.6 અબજ ડોલરનું દાન

2019 ની આ સૂચિમાં અઝીમ પ્રેમજી બાદ જુલાઈ 2019 માં વોરન બફેટે $3.6 અબજ ડોલરના સ્ટોકનું દાન કર્યું હતું. એમને સુલિયન થોમ્પસન બફેટ ફાઉન્ડેશન નામથી કાર્યરત બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં દાન આપ્યું હતું. ફોર્બ્સનો અંદાજ છે કે વોરન બફેટ હાલ સુધીમા $38 અબજ ડોલરનું દાન આપી ચૂક્યા છે.

શિક્ષણમાં અઝીમ પ્રેમજીના ફાઉન્ડેશનનું કાર્ય ભારતભરના કેટલાક સૌથી વધારે વંચિત રહેલા ભાગોમાં ચાલી રહ્યું છે. જેથી સરકારી શાળા પ્રણાલીની ગુણવત્તા અને સમાનતામાં સુધારો કરવામાં મદદ મળી શકે. આ તમામ કામગીરી દેશના વિવિધ રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં રહી છે. આ ક્ષેત્રની કામગીરી હાલમાં ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો ઉપરાંત કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, પુડુંચેરી, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ફેલાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here