સુરતમાં દિવસે ને દિવસે આગ લાગવાના પ્રમાણમાં થઇ રહ્યોછે વધારો, જાણો આજે ક્યાં લાગી આગ…

0
589

સુરત શહેરમાં દિવસે ને દિવસે આગ લાગવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે સુરતમાં આવેલા પુણા વિસ્તારના એક તબેલામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ જે સમયે લાગી તે સમયે તબેલામાં આશરે 14-15 ગયો તથા ભેંસો બાંધેલી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા લોકો એ તાત્કાલિક ધોરણે પશુઓને બહારકાઢી ફાયર વિભાગને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ ની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ને કાબુ માં લેવાના પ્ર્યાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા.

તબેલાની નીચે કેટલીક દુકાનો આવેલી છે, આગ પહેલા દુકાનમાં લાગી હતી ત્યાર બાદ તબેલામાં પડેલા સૂકા ઘાસમાં પ્રસરી હતી. તબેલાની ઉપર નાખવામાં આવેલા પતરા પર પણ મોટા પ્રમાણ માં પડેલા ઘાસના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું એવું સ્થાનિકો એ જણાવ્યું હતું.

આગને પગલે કોઈ જાનહાની થવા નથી પામી અને આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવા માં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here