આ કંપનીએ 1.4 લાખ કરોડનું દેવું કર્યું ચૂક્તે, બનાવ્યો અનોખો રેકોર્ડ

0
42

એસ્સાર ગ્રૂપે પોતાની સંપત્તિઓ વેચીને અત્યાર સુધીમાં રૂ.1.4 લાખ કરોડનું દેવું ચૂકવી દીધું છે અને બાકીનું 10થી 15 ટકા જેટલું દેવું આગામી બેત્રિમાસિક ગાળામાં ચૂકવી દઇશું એવું એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઇયાએ જણાવ્યું છે.

રૂઇયા ગ્રૂપની વેબસાઇટ ઉપર અપલોડ કરાયેલી એક માહિતીમાં પ્રશાંત રૂઇયાએ જણાવાયું કે મને લાગે છે કે વિતેલા ત્રણ વર્ષમાં દેવામાં બહાર નીકળવાની દિશામાં પ્રયત્ન કરવાના મામલે અમે કદાચ પ્રથમ કંપની છીએ. અમે દેવું ઘટાડવાના મામલે કેટલાંક નિર્ણયાત્મક પગલાં લીધા છે. તેની શરૂઆત 12.9 અબજ ડોલરમાં એસ્સાર ઓઇલનું રોઝનેફ્ટ અને ત્રાફિગુરાને વેચાણ કરવાથી થઇ હતી. વધુમાં કહ્યું કે, ત્યારબાદ અમે પોતાની બીપીઓ કંપની એજિસને વેચી નાંખી. ઉપરાંત અમે કેટલીક અન્ય સંપત્તિઓનું પણ વેચાણ કર્યું છે. તેનાથી પ્રાપ્તિ થયેલી રકમમાંથી અમે 1,40,000 કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દીધું છે. જે અત્યાર સુધી કોઇ પણ કંપની દ્વારા પરત ચૂકાવાયેલું સૌથી મોટું દેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here