ટેલિવિઝન પર કામ કરનારી આ અભિનેત્રીએ હવે બૉલીવુડમાં કરશે ડેબ્યું

0
53

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચહેરે ની અભિનેત્રી તરીકે ચાલી રહેલી સ્પર્ધામાં નાના પડદાની અભિનેત્રી મેદાન મારી ગઇ. ક્રિસ્ટલ ડિસોઝાએ આ ફિલ્મ મેળવી લીધી છે. તેણે પોતે જ સોશિયલ મીડિયા પર ક્લેપની તસવીર મુકી છે.

ક્રિતિ ખરબંદાએ આ ફિલ્મ છોડી દીધા બાદ, મોની રોય અને અંકિતા લોખંડેના નામ ચર્ચામાં હતા. પરંતુ ક્રિસ્ટલ બાજી મારી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ક્રિસ્ટલે પણ આ ફિલ્મનું ઓડિશન આપ્યું હતું. ફિલ્મ ચહેરાના નિર્માતા આનંદ પંડિતના સંપર્કમાં મૌની રોય અને અંકિતા લોખંડે પણ હતા.

પરંતુ નિર્માતા અને દિગ્દર્શક ક્રિસ્ટલના નામ પર સહમત થયા હતા. ક્રિસ્ટલે પોતે જ ઇન્સ્ટાગ્રામના પેજ પર ફિલ્મના એક ગીતનું શૂટિંગની ક્લેપ બોર્ડ સાથે પોતાની તસવીર મુકી છે. પોતાની પહેલી જ ફિલ્મ અમિતાભ અને ઇમરાન સાથે કરવાથી ક્રિસ્ટલ ગેલમાં આવી ગઇ છે. રૂમી જાફરી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ક્રિતી અને દિગ્દર્શકને એકબીજા સાથે કામ કરવાનું ન ફાવતા, ક્રિતીએ આ ફિલ્મ છોડી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here