‘મને સેક્સ બહુ પસંદ છે’ એ વાત આ અભિનેત્રીએ કહીને દર્શકોને ચોંકાવી નાખ્યા.

0
1393

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની ફિલ્મ પતિ પત્ની ઓર વો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. દર્શકો ફિલ્મને ઘણી પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકરે કાર્તિક આર્યનની પત્નીનો રોલ નિભાવ્યો છે. પતિ પત્ની ઓર વોમાં ભૂમિ પેડનેકરના કેટલાક ડાયલોગ્સ ઘણા બોલ્ડ છે.


જેના કારણે આ ફિલ્મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકરનો એક ડાયલોગ સેક્સ પર આધારિત છે. જેને લઈને અભિનેત્રીએ તેના મનની વાત કહી છે. તેમાં ભૂમિ તેના પતિ એટલે કે કાર્તિક આર્યનને કહે છે કે,’ મને સેક્સ બહુ પસંદ છે.’

તેના આ બયાન પર ઘણો વિવાદ થયો છે અને તેની ઘણી ચર્ચા સાંભળવા મળી. ભૂમિ પેડનેકરે તાજેતરમાં પતિ પત્ની ઔર વોનું પ્રમોશન કરતી જોવા મળી હતી. અને તે સમયે આ ડાયલોગનો સવાલ પૂછવામાં આવ્યો કે તેને બોલવામાં અજીબ નહોતું લાગ્યું? તો તેણે અલગ અંદાજમાં જવાબ આપ્યો, તે શબ્દોને બોલીને કંઈ અલગ નથી લાગી રહ્યું કેમ કે હું અત્યારની છોકરીની ભૂમિકા કરી રહી છું.

ભૂમિ પેડનેકરના જવાબની ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મે ત્રીજા દિવસે સારી કમાણી કરી છે. રવિવારના દિવસે તેણે લગભગ 14.51 કરોડની કમાણી કરી છે. આ પહેલા તેણે શુક્રવારે લગભગ 9.10 કરોડ રૂપિયા અને શનિવારે 12.33 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી સાથે જ લગભગ ફિલ્મે 35.94 કરોડ કમાઈ લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here