ઘર-ઘરમાં પગપેસારો કરનારી સ્વીગી… કરી રહી છે નુકસાની : ખોટનો આંકડો છે ચોંકાવનારો

0
67

નાણાકીય વર્ષ 2019માં સ્વિગીનું નુકસાન છ ગણું વધીને 2,367 કરોડ થયું

નાણાકીય વર્ષ 2019માં સ્વિગીનો ખર્ચ વધીને 3,659.1 કરોડ થયો છે. જે એક વર્ષ પહેલાં 841.4 કરોડના ખર્ચની તુલનામાં ઘણો નોંધપાત્ર વધારો થયો છે.

સ્વિગી ભારતભરમાં દરરોજ આશરે 1.4 મિલિયન ફૂડ ઓર્ડરનો વેપાર કરી રહ્યું છે. જે એક વર્ષ પહેલાં દરરોજ આશરે 7,00,000 ઓર્ડરની સરખામણીમાં ઘણું વધારે છે

સ્વિગીએ નાણાકીય વર્ષ 2019માં 2,367 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. જે નાણાકીય વર્ષ 2018માં કરેલા 385 કરોડ ખોટની તુલનામાં નોંધપાત્ર વધારો થયો છે

બેંગલુર : ફુડ ડિલિવરી શરૂ કરનારી સ્વીગીએ નાણાકીય વર્ષના અંતમાં માર્ચ 2019ના નુકસાનમાં છ ગણો વધારો નોંધાવ્યો છે. જે તે જ વર્ષ દરમિયાન વધેલા ખર્ચને કારણે જે તે સમયે પાંચ ગણો વધ્યો હતો. ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં તીવ્ર સ્પર્ધા જાળવવા માટે વર્ષો જુની સ્ટાર્ટઅપ ઝડપથી દેશભરમાં વિસ્તરી રહી છે.

સ્વિગીએ ચોખ્ખી ખોટ નાણાકીય વર્ષ 2019 માં 2,367 કરોડ નોંધાવી છે. જે વર્ષ 2018 માં 385 કરોડ નુકસાનની સરખામણીમાં એક નોંધપાત્ર વધારો છે. જો કે નાણાકીય વર્ષ 2019 માં ત્રણ ગણો તેની આવકમાં વધારો થયો છે. 1,128.3 કરોડ આવકની સરખામણીમાં એક વર્ષ પહેલાં તે 417 કરોડ હતી.

સ્વિગીના પ્રવક્તાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવતા કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19 સ્વિગી માટે બીજું મહત્વનું વર્ષ રહ્યું છે. કારણ કે અમે અમારી બજારમાં પ્રબળ નેતૃત્વની સ્થિતિમાં વૃદ્ધિ કરવાનું સતત ચાલુ રાખ્યું છે. અમે ઓર્ડર વોલ્યુમમાં 4.2 ગણાનો વધારો અને ઓપરેટિંગ રેવન્યુમાં 2.8 ગણાંનો વધારો જોયો છે. જેણે અમારી ક્ષમતાને વધારી છે. અમે ટેક્નોલજી, બ્રાન્ડ અને સપ્લાયમાં ઘણા વ્યૂહાત્મક ભાગોમાં રોકાણો કર્યા છે. જે ખાદ્ય ડિલિવરીની કેટેગરીના મહત્વના પાયા રહ્યા છે.

નાણાકીય વર્ષ 2019 માં સ્વિગીનો ખર્ચ વધીને 3,659.1 કરોડ થઈ ગયો છે. જે એક વર્ષ અગાઉ નોંધાયેલા 841.4 કરોડ ખર્ચની તુલનામાં વધારે છે. પ્રારંભિક ખર્ચમાં મોટાભાગનો ખર્ચ ઓપરેશનલ ખર્ચ માટે કરવામાં આવ્યો હતો. જે નાણાકીય વર્ષ 2019 માં 1,681.2 કરોડ હતો. જેમાંથી એકલા ખાદ્ય ડિલિવરી ખર્ચ એક જ વર્ષમાં 1,594 કરોડ હતો.

નાણાકીય વર્ષ 2019 માં રદ કરાયેલા ઓર્ડરને લીધે શરૂઆતમાં 113.4 કરોડનો ખર્ચ પણ થયો હતો. જે તે જ વર્ષે નુકસાન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. આ રકમ બાબતે સ્વિગીએ તેના નિવેદનોમાં જણાવ્યું હતું કે ડિલિવરી ભાગીદારો દ્વારા ઓર્ડરો લેવામાં આવ્યા પછી ગ્રાહકો દ્વારા રદ કરાયેલા ઓર્ડરની કિંમત પણ શામેલ છે. તેમાં રોકડ સાથે ડિલિવરી પાર્ટનર ફરાર થવાને કારણે થયેલ રોકડ ખોટ પણ શામેલ છે.

હાલમાં સ્વિગી ભારતભરમાં દરરોજ આશરે 1.4 મિલિયન ફૂડ ઓર્ડરનો વેપાર કરે છે. તમારી તેના 500 થી વધુ શહેરો અને નગરો તેના પ્લેટફોર્મ પર 1,40,000 રેસ્ટોરન્ટ્સ અને 2.1 લાખ સક્રિય ડિલિવરી ભાગીદારો છે. સ્વિગી આગામી વર્ષમાં બીજા 100 શહેરોમાં વિસ્તૃત થવાની પણ યોજના ધરાવે છે.

સ્વિગીનો નજીકનો હરીફ ઝોમેટો પણ ભારતના 500 થી વધુ શહેરોમાં હાજર હોવાનો દાવો કરે છે. જેમાં બંને સ્ટાર્ટઅપ્સ તેની હાજરી વધારવા માટે ક્લાઉડ કિચન અથવા ડિલિવરી કિચન પર ભારે જોર લગાવી રહ્યા છે.

‘સ્વિગી એક્સેસ’ નામનો સ્વિગીનો ક્લાઉડ કિચન વ્યવસાય 14 શહેરોમાં 500 થી વધુ ક્લાઉડ કિચન દ્વારા મહિનામાં લગભગ 1.5 મિલિયન ઓર્ડર પર કામ કરી રહ્યો છે. આ સિવાય ઉબેરના સહ-સ્થાપક ટ્રેવિસ કલાનિકને નવી ક્લાઉડ કિચન સ્ટાર્ટઅપ લોન્ચ કરવાની અપેક્ષા છે. જે મુખ્યત્વે ભારત પર ધ્યાન કેન્દ્રિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here