સુરત ફરી એકવાર શર્મનાક: વેવાઈ-વેવાણ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ….

0
939

સુરતમાં વેવાઈ અને વેવાણની પ્રેમ કહાનીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. જેના પર સોશિયલ મીડિયામાં અનેક મીમ્સ પણ વાઈરલ થયા હતા. ત્યારે સુરતમાં વેવાઈ અને વેવાણ બાદ નવી પ્રેમ કહાની સામે આવી છે. અને આ પ્રેમ કહાની છે 32 વર્ષનાં જમાઈ અને 45 વર્ષની કાકીસાસુની. પ્રેમમાં અંધ બંને જણા પોતાના પરિવારને છોડીને ભાગી ગયા છે. જો કે, પરિવારની ઈજ્જત બચાવવા માટે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ખાનગી સુત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે.

શહેરનાં કતારગામમાં કાકીસાસુ અને જમાઈ એક જ સોસાયટીમાં રહે છે. તેઓ એકબીજાનાં પ્રેમમાં હતા અને ચોરી છૂપીથી મળતા પણ હતાં. આ પહેલા પણ કાકીસાસુ અને જમાઈને એકબીજા સાથે એકલામાં પકડી પાડ્યાં હતા. જે બાદ જમાઈને ઘણો જ માર પણ મારવામાં આવ્યો હતો. જે બાદમાં બંન્નેએ પરિવાર વચ્ચે વાતચીતથી વાત પતી હતી. ત્યારે જમાઈએ પરિવારને બાંહેધારી પણ આપી હતી કે, ફરી આવુ નહીં થાય. ત્યારે ફરીથી ત્રણ દિવસથી યુવક અને કાકીસાસુ બંન્ને ગુમ છે. ત્યારે પરિવારે ખાનગી રીતે એ બંન્નેને શોધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં વેવાઈ-વેવાણ ભાગી ગયા એ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ વચ્ચેનો વર્ષો જુનો પ્રેમ સંબંધ છોકરા-છોકરીના લગ્ન સમયે પાછો જાગી ગયો હતો. જે બાદ બંને જણા કેટલાય દિવસોથી ભાગી ગયા છે. ત્યારે આ કેસમાં સંભવિત વર-વહૂએ લગ્નની ના પાડી દીધી છે. આ અંગે પરિવારના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, યુવતીની માતા અને યુવકના પિતા એકબીજાને યુવાનીના દિવસોથી જ ઓળખતા હતા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતાં. ત્યારથી એક-બીજા સાથે લગ્ન કરવા માગતા હતા. નોંધાયેલી ફરિયાદ બાદ પણ પોલીસ આ બંનેને શોધવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે બંને પરિવારે તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ હવે તેમના માતા-પિતા ગાયબ થઈ ગયા હોવાથી બંને આ લગ્ન કરવાની ના પાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here