સૌરવ ગાંગુલી બની શકે છે બીસીસીઆઈના નવા અધ્યક્ષ!

0
37

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઈના નવા અધ્યક્ષ બની શકે છે. આ રેસમાં પહેલા શ્રીનિવાસનના ખાસ બ્રિજેશ પટેલ આગળ ચાલી રહ્યા હતા પરંતુ અંતિમ સમયે સૌરવ ગાંગુલીનું નામ હવે રેસમાં આગળ બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના નવા સચિવ અને કેન્દ્રીય રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધુમલ બીસીસીઆઈના નવા ખજાનચી તરીકે નિમણુક થઈ શકે છે.

અધ્યક્ષ પદ માટે દાખલ કરવાની અંતિમ તારીખ આજ છે પરંતુ આ વાતની હજુ કોઈ સંભાવાનોઓ ઓછી લાગી રહી છે કે ચૂંટણી થશે. એવામાં સૌરવ ગાંગુલી, શાહ અને ધુમલ બિનહરીફ ચૂંટાઈ શકે છે.

૬૭ વર્ષના બ્રિજેશ પટેલ ભારત માટે ૨૧ ટેસ્ટ મેચ રમ્યા છે. જ્યારે, સૌરવ ગાંગુલીએ ભારત માટે ૧૧૩ ટેસ્ટ, ૩૧૧ વનડે રમી છે અને તેમની પાસે ક્રિકેટનો લાંબો અનુભવ છે. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈના વિભિન્ન પદો માટે પસંદ કરવામાં આવેલ નવા અધિકારી ૨૩ ઓક્ટોબરના થનારી વાર્ષિક બેઠક બાદ પોતાના પદ અને જવાબદારી સંભાળશે.

૪૭ વર્ષના સૌરવ ગાંગુલી તેમ છતાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. તાજેતરમાં સૌરવ ગાંગુલીને બીજી વખત સીએબીના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા હતા. તેમ છતાં સૌરવ ગાંગુલી માત્ર સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી બોર્ડન નવા અધ્યક્ષ રહેશે કેમકે બીસીસીઆઈના સંવિધાન હેઠળ તેમને ‘કુલીંગ ઓફ પીરીયડ’ થી પસાર થવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here