બોલીવુડના ભાઇજાન સલમાન ખાનને આજે જન્મદિવસે ડબલ સેલિબ્રેશન : જન્મદિવસે બીજી વખત બન્યા મામા : ભાણેજ આહિલ સાથે કેક કાપી જન્મદિવસ મનાવ્યો

0
20

સોશીયલ મીડિયા પર ચાહકોએ શુભેચ્છાઓનો કર્યો ઢગલો

બોલિવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનનો આજે 54મો જન્મદિવસ છે. ત્યારે આજે જન્મદિવસે સલમાન બીજી વાર મામા બની ગયા છે, માટે આજે તેમની ફેમિલીમાં ડબલ સેલિબ્રેશન છે. તો બીજી બાજુ ચાહકોએ સોશીયલ મીડિયા પર શુભેચ્છાઓનો ઢગલો કર્યો છે.

સલમાન તેના જન્મદિવસ પર બીજી વખત બન્યા મામા

આજે સલમાન ખાનના જન્મદિવસ નિમિત્તે સૌથી અનમોલ અને ખાસ ગિફ્ટ તેમની ફેવરિટ બહેન અર્પિતાએ તેમને આપી છે. વાસ્તવમાં આજના દિવસે સલમાન બીજી વાર મામા બની ગયા છે.

સલમાન ખાનની બહેન અર્પિતાએ દીકરીને જન્મ આપ્યો છે. અર્પિતા મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં એડમિટ છે, ડિલીવરી સમયે તેમની સાથે ખાન પરિવારના બધા સભ્યો હાજર હતા. રિપોર્ટ અનુસાર અર્પિતાએ બાળકને સી-સેક્શન દ્વારા જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે અર્પિતા પહેલેથી જ એક દીકરાની મા છે, જેનુ નામ આહિલ શર્મા છે.

અર્પિતાના પતિ આયુષ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીના જન્મની પુષ્ટિ કરીને લખ્યુ, ‘અમારી દીકરી આયત શર્મા આવી ગઈ છે. તમારા બધાની દુઆઓ માટે આભાર.’

ઉલ્લેખનીય છે કે અર્પિતા અને આયુષ શર્માના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. 18 નવેમ્બર, 2014ના રોજ તે હૈદરાબાદની હોટલ ફલકનુમા પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. માર્ચ 2016માં તેમના પુત્ર આહિલનો જન્મ થયો. ઉલ્લેખનીય છે કે આયુષ હિમાચલ પ્રદેશ બેઝ્ડ પોલિટિશયન અનિલ શર્માના પુત્ર અને સુખરામ શર્માના પૌત્ર છે. આયુષે સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ લવયાત્રીથી બોલિવુડ ડેબ્યુ કર્યુ હતુ.

સલમાને ભાણેજ આહિલ સાથે કરી જન્મદિવસની ઉજવણી

સલમાન ખાને પોતાના જનમદિવસ પર ભાણા આહિલને ખોળામાં લઈને કેક કાપ્યો. આ ખાસ અવસર પર તેમના પિતા સલીમ ખાન અને મમ્મી પણ તેમની સાથે કેક કાપતી જોવા મળી હતી. વીડિયોમાં સલમાન ખાનના બર્થડે પર હાજર લોકો ખૂબ ખુશ લાગી રહ્યા છે.

સલમાન ખાનના બર્થડે સેલિબ્રેશન સાથે જોડાયેલા ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમા તે પોતાના ભાણેજ આહિલ સાથે કેક કાપતા જોવા મળી રહ્યા છે.

બોલીવુડ કલાકારો અને ચાહકોએ પાઠવી શુભેચ્છા

સલમાન ખાનનો આજે 54મો જનમદિવસ છે.  ભાઈજાનનો જનમદિવસ હોય અને તેમના ફેંસ તેમને શુભેચ્છા ન આપે એવુ તો બની જ શકતુ નથી. સલમાન ખાનનો જનમ દિવસ ટ્વિટર પર ખૂબ ટ્રેંડ કરી રહ્યો છે. સાથે જ ચાહકોએ તેમને જનમદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમજ સલમાન ખાનના જનમદિવસ પર અનેક બોલીવુડ કલાકારોએ શુભેચ્છા પાઠવી છે.

સલમાન ખાનના જનમદિવસ પર વરુણ ધવને તેમને શુભેચ્છા આપતા લખ્યુ, “અહી હુ મારા દેશના સૌથી કુલ જવાન અને ટેલેંટેડ માણસને એટલે કે સલમાન ખાનને જનમદિવસની શુભેચ્છા આપી રહ્યો છુ. તો બીજી બાજુ નિર્માતા અનીસ વાજમીએ ભાઈજાનના જનમદિવસ પર શુભેચ્છા આપતા લખ્યુ, જીવનમાં ત્રણ વસ્તુઓને ક્યારે અંડરએસ્ટિમેટ ન કરવી જોઈએ. સલમાન, સલ્લુ અને ભાઈ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here