રિચા ચઢ્ઢાએ કાસ્ટિંગ કાઉચને લઈને કર્યો ખુલાસો, કહ્યું- તે વ્યક્તિ મને ટચ કરતો.

0
47

ગયા વર્ષે Metooના અભિયાન દ્વારા ઘણી મહિલાઓની સાથે થયેલા શોષણની દુનિયાના સામે આવ્યો હતો. તે દરમિયાન બોલિવૂડની ઘણી એક્ટ્રેસે પોતાની આપબીતી લોકો સમક્ષ કહી હતી. તેના લીધે ઘણી મશહૂર હસ્તિયોને કામ મળવાનું બંધ થઈ ગયું હતું.

થોડા દિવસ પહેલાં ઝરીન ખાન અને અલી અબરામના કાસ્ટિંગ કાઉચ પર ખુલાસો થયો હતો અને બધાને સ્તબ્ધ કરી દીધા હતા. હવે એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પણ તેની સાથે થયેલી એક ઘટનાને શેર કરી છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચને લઈ ખુલાસો કર્યો છે. રિચાએ જણાવ્યું કે ઘણી વાર મને લોકોના ઈશારા સમજી નહોતી શકતી. હું ઘણી યંગ હતી અને તે સમયે મારી સમજ પણ થોડી ઓછી હતી.

એક દિવસે એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને કહ્યું આપણે બંનેએ સાથે ડીનર કરવું જોઈએ. તેને એ સમયે મતલબ ન સમજાયો, ત્યારે મેં સામે જવાબ આપ્યો કે હું પહેલાં જ ડીનર કરી ચૂકી છું. પરંતુ તેના પછી પણ એ વ્યક્તિએ ટચ કરતાં કહ્યું અને ડીનર કરવું જોઈએ, ત્યારે હું સમજી કે તે શું કહેવા માગે છે. તેણે આગળ વાત કરતાં કહ્યું, આ માત્ર એક વાર નથી થયું, જ્યારે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તરીકે ઓળખાવા લાગી ત્યારે પણ ઘણી વાર મારી સાથે બન્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here