વડાપ્રધાન મોદી ફક્ત મિત્ર ઉધોગપતિઓના જ PM? જનતાને દંડ ઉપર દંડ અને અદાણીને ફરીથી ઘી-કેંળા!

0
4052

વડાપ્રધાન મોદી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ ટોચના ઉદ્યોપતિઓ સાથે સારો એવો ઘરોબો ધરાવતા હોવાના આક્ષેપો લગતા રહે છે અને હવે વડાપ્રધાન બન્યા બાદ વિપક્ષયો અને વિરોધીઓ દ્વારા વડાપ્રધાન મોદી ફક્ત ઉદ્યોગપતિઓના વડાપ્રધાન હોવાના અક્ષરપો લગાવતા આવ્યા છે અને કોંગ્રેસના રાહુલ ગાંધીટો પોતાના લગભગ દરેક ભાષણમાં મોદી સરકારને ૧૦-૧૫ મિત્રોની સરકાર જ કહે છે ત્યારે વડાપ્રધાન મોદી ફક્ત ઉદ્યોગપતિઓના જ ડાપ્રધાન છે એવા આક્ષેપો વિરોધીઓ લગાવી શકે એવું વધુ એક વિવાદાસ્પદ પગલું મોદી સરકારે ભર્યું છે.કોંગ્રેસે એક મોટો ખુલાસો કરતા આરોપ લગાવ્યો છે કે,

કેન્દ્રની મોદી સરકાર નૌકાદળની અધિકાર પ્રાપ્ત સમિતીની ભલામણો અને સંરક્ષણ ખરીદી પ્રક્રિયાના નિયમોને નેવે મુકી ૪૫૦૦૦ કરોડ રૂપિયાની સબમરીન ખરીદ યોજનાનો કોન્ટ્રાકટ પીએમ મોદીના નજીકના ગૌતમ અદાણી કંપની અદાણી ડીફેન્સને આપવાની તૈયારીમાં છે.કોંગ્રેસના રવકતા રણદીપસિંહ સુરજેવાલાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અનેક દસ્તાવેજો રજૂ કર્યા હતા અને આરોપ મુકયો હતો કે મોદી સરકારે અનુભવ વગરની અદાણીની કંપનીને કોન્ટ્રાકટની બોલીમાં સામેલ કરવા માટે સંરક્ષણ ખરીદ પ્રક્રિયા ૨૦૧૬ને રોકી દીધી છે.તેમણે કહ્યુ છે કે મોદી સરકાર અને પીએમઓએ ભારતીય નૌકાદળ દ્વારા સ્થાપીત અધિકાર પ્રાપ્ત સમિતીએ આપેલા સૂચનોને ફગાવી દીધા છે. જો કે તેમણે કહ્યુ હતુ કે આ સોદાને હજુ અંતિમ ઓપ નથી અપાયો.

તેમણે સ્વદેશી સબમરીન નિર્માણમાં ઉદ્યોગપતિ મિત્રોની કથીત મદદ કરવાને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો.મોદી સરકારે અદાણી સહિતના પોતાના ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરી છે. જ્યારે નૌકાદળે આ લોકોને કામ આપવાનો ઈન્કાર કર્યો છે. સુરજેવાલાએ ૭૫-આઈ સબમરીન ખરીદ યોજનામાં મોદી સરકાર પર પક્ષપાતપૂર્ણ નિર્ણય લેવા અને પૂંજીપતિ મિત્રોને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ મુકયો હતો. આ ૪૫૦૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેકટ છે. અદાણી ડીફેન્સને જહાજ કે સબમરીન બનાવવાનો અનુભવ નથી. આ કંપની વિજળી એકમ સ્થાપીત કરવા અને તે ચલાવવાનું કામ કરે છે. અધિકાર પ્રાપ્ત સમિતીએ મઝગાંવ ડોક શીપ બિલ્ડર્સ લી. અને એલ એન્ડ ટીને પસંદ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here