નાગરિકતા સંશોધન બિલના વિરોધની ચિનગારી ગુજરાત સુધી પહોંચી : આજે ગુજરાત બંધનું એલાન

0
17

જો કે બંધના એલાન પર હજુ સુધી પોલીસે મંજૂરી આપી નથી

સોશિયલ મિડિયા થકી મેસેજ વાયરલ કરી સ્વૈચ્છિક બંધમાં જોડાવવા લઘુમતી સમુદાયની સંસ્થાઓ દ્વારા લોકોને અપીલ

દિલ્હી અને પૂર્વોતર રાજ્યમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધની આગ દિવસેને દિવસે વધતી જાય છે. વિરોધ પ્રદર્શન કરીઓનું આંદોલન જલદ બનતુ જાય છે. જેના કારણે કેટલીક જગ્યાએ જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેને લઈને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

ત્યારે નાગરિકતા સંશોધન બિલના વિરોધની ચિનગારી હવે ગુજરાત સુધી ફેલાઈ છે. આજે તા. 19 ડિસેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન ગઇકાલે કરવામાં આવ્યું છે. લઘુમતી અધિકાર મંચ સહિતની સંસ્થાઓ દ્વારા આ એલાન કરાયું છે. સોશિયલ મીડિયામાં ગુજરાત બંધનો મેસેજ વાયરલ થયો છે. જો કે, આ એલાનને પોલીસે કોઈ મંજૂરી આપી નથી. જેને લઈ પોલીસે પોતાનો કાફલો ઉતારી દીધો છે. તેમજ ગુજરાત પોલીસે એલર્ટના આદેશો આપી દીધા છે. આ બંધ દરમિયાન કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે સરકાર-પોલીસ સક્રિય થઇ ગઇ છે. કોઇપણ દુર્ઘટના ના ઘટે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદમાં બિલનો વિરોધ શરૂ

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી આ બિલના વિરોધમાં  વિવિધ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયાં છે. ગઇકાલે અમદાવાદમાં એનએસયુઆઇ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

આ બંધને અમદાવાદ રિક્ષા એસોસિએશને પણ સમર્થન આપ્યુ છે જેના કારણે આજે શહેરના રસ્તાઓ પર રીક્ષા પણ ફરતી જોવા નહીં મળે. આ બંધને ભીમ આર્મી-ગુજરાત ઉપરાંત અન્ય સ્વૈચ્છિક-સામાજીક સંસ્થાઓએ સમર્થનની જાહેરાત કરી છે. દરમિયાન, ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ એલાન કર્યુ છે કે, વડગામ મત વિસ્તારના ૫૦ ગામોમાં એનઆરસી-સીએએ બિલની કોપીની હોળી કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here