નિર્ભયાકાંડ : પવનની પીટીશન સુપ્રીમે ફગાવી પણ આ 3 નરાધમો પાસે હજુ પણ ફાંસી રોકવા છે આ 2 વિકલ્પ

0
150

નિર્ભયા કેસ ( Nirbhaya Gangrape )માં કાયદાનો હવે દૂરોપયોગ થવા લાગ્યો હોય તેમ એક બાદ એક અપીલો થઈ રહી છે. ફાંસીની સજાથી બચવા માટે એક પણદાવપેચ આ નરાધમો છોડવા માગતા નથી. 1 ફેબ્રુઆરીએ ડેથ વોરંટ જાહેર થયા છતાં પણ આજે છેલ્લીવાર પવન નામના નરાધમે રેપ સમયે તે સગીર હોવાનો દાવો કરી સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતા. જે અરજી પણ 3 જજોની બેન્ચે આજે ફગાવી દીધી છે. પવન ગુપ્તાએ દાવો કર્યો હતો કે સગીર હોવાથી તેને ફાંસી ન આપી શકાય. જસ્ટીશ ભાનુમતીની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે આ યાચિકા ફગાવી દેતાં જણાવ્યું છે કે, આ બાબતને કેટલીવાર કોર્ટ સમક્ષ લાવશો. પવન ગુપ્તા સગીર હતો તો ટ્રાયલ કોર્ટમાં આ બાબતના પૂરાવા કેમ રજૂ કરાયા નથી. સુપ્રીમ કોર્ટમાં પવનની પીટીશન રદ થઈ ગઈ હોવા છતાં હવે આ નરાધમ પાસે ક્યુરેટિવ પીટીશન અને રાષ્ટ્રપતિ પાસે દયાની ભીખ માગવાનો વિકલ્પ બચ્યો છે.

પવન ગુપ્તાના વકીલ એપી સિંહે કોર્ટમાં ગાયત્રી બાળ સ્કૂલના સર્ટિફેકેટનો ઉલ્લેખ કર્યો હતો. વકીલે કહ્યું હતું કે આ નવા દસ્તાવેજો છે. આ કેસમાં ફાંસીની સજા પામનાર પવન ગુપ્તાની જન્મ તારીખ 8 ઓક્ટોબર 1996 છે. બળાત્કાર સમયે પવનની ઉંમર 17 વર્ષ 1 મહિનો 20 દિવસની હતી. આ બાબતે બેંચે જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલાની સુનાવણી થઈ છે. હવે વારંવાર એક જ બાબત પર સુનાવણી કેટલીવાર કરીશું ?. આરોપી પવન ગુપ્તાએ સગીર હોવા બાબતેની હાઈકોર્ટમાં થયેલી પીટીશનમાં દિલ્હી હાઈકોર્ટે વકીલ એપીસિંહની ધૂળ કાઢી નાખી 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

નિર્ભયા કેસમાં એક આરોપી મુકેશસિંહની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. જેને ક્યુરેટિવ પીટિશન રદ થતાં રાષ્ટ્રપતિ પાસે દયાની ભીખ માગી હતી. જે પણ રદ થતાં મુકેશ સિંહ પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. મુકેશસિંહની દયા યાચિકા રદ થતાં તેની પાસે કોઈ વિકલ્પ નથી પણ નરાધમ અક્ષય અને પવન પાસે આજે પણ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પીટીશન દાખલ કરવાની તક છે તો અક્ષય, પવન અને વિનય પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવાનો વિકલ્પ બચ્યો છે.

નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્હીની કોર્ટે ચારેય દોષી વિરુદ્ધ નવું ડેથ વોરંટ જારી કર્યું છે. આ નવા ડેથ વોરંટ મુજબ હવે 22 જાન્યુઆરીને બદલે તમામ ગુનેગારોને 1 ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે ફાંસીની સજા આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી મુકેશ સિંહની દયાની અરજીને ફગાવી દીધી હતી.

16 ડિસેમ્બર 2012 ના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું હતું. છ આરોપીઓએ 23 વર્ષની એક મહિલા સાથે ચાલતી બસમાં બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ખરાબ રીતે માર માર્યો હતો. બાદમાં વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી. પોલીસે તમામ છ આરોપીની ધરપકડ કરી હતી. એક આરોપી સગીર હતો, તેથી તેને કિશોર અદાલતમાં રજૂ કરાયો હતો. જે બાદમાં થોડા વર્ષો જેલ હવાલે હતો અને તેનો છુટકારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here