નિર્ભયા કેસ : આરોપી અક્ષયની સમીક્ષા અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

0
54

સુપ્રીમ કોર્ટે (એસ.સી.) નિર્ભયા કેસના ચાર આરોપી પૈકીના અક્ષય ઠાકુરની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ (એસ.સી.)ની ત્રણ જજોની બેંચના આ નિર્ણય બાદ હવે નિર્ભયાના ન્યાયનો માર્ગ સ્પષ્ટ થઈ રહ્યો છે.

ત્રણ જજ વાળી વિશેષ બેચે લીધો નિર્ણય

જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતા વાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી છે. બેન્ચમાં અન્ય સભ્ય જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ બોપન્ના છે. અદાલતનું કહેવું છે કે દોષિતોની તરફેણમાં દલીલો કરવામાં આવી રહી છે તે અંગે સુનાવણી થઈ ચૂકી છે.

અક્ષયના વકીલની દલીલ

સુનાવણી દરમિયાન આરોપી અક્ષયના વકીલે કહ્યું કે અક્ષય ગરીબ માટે ફાંસી આપવામાં આવી રહી છે. સાથે જ તેમણે તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા. તો એડિશનલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દોષી કોઇ પણ સહાનુભૂતિનો હકદાર નથી, તેને તાત્કાલિક ફાંસી આપી દેવી જોઇએ.

માનવતા રડી પડી છે : તુષાર મહેતા

ફાંસી વિરુદ્ધ નિર્ભયા ગેંગરેપના આરોપી અક્ષયની પુનર્વિચારણા અરજી પર દિલ્હી પોલીસ વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આવા ‘રાક્ષસ’ને બનાવીને ભગવાન પણ શરમિંદગી અનુભવે છે. આ એક એવો કેસ છે જ્યાં માનવતા રડી પડી છે.” તે જ સમયે, અક્ષયના વકીલે કહ્યું કે સજા મૃત્યુદંડની સજા સાથે બંધ થતી નથી.

નિર્ભયાના પિતાનું નિવેદન

નિર્ભયાના પિતાએ સુનાવણી પહેલાં કહ્યું હતું કે, આશા છે કે દોષી અક્ષયની અરજી આજે નકારવામાં આવશે. દેશ ઈચ્છે છે કે, દોષિતોને ફાંસી આપવાની તારીખ નક્કી થાય.

સમીક્ષા અરજીમાં અક્ષયની અજીબોગરીબ દલીલો

ઉલ્લેખનીય છે કે અક્ષયે સમીક્ષા અરજીમાં ફાંસીથી બચવા વિચિત્ર દલીલો રજૂ કરી છે. અક્ષયે અરજીમાં દિલ્હીના પ્રદૂષણની વાત કરીને મોતની સજા સામે સવાલ ઉભા કર્યા છે. તેણે અરજીમાં લખ્યું છે કે, જ્યારે પ્રદૂષણના કારણે જ દિલ્હીમાં લોકોની ઉંમર ઘટી રહી છે ત્યારે મોતની સજા કેમ આપવી જોઈએ. આ ઉપરાંત તેણે સતયુગ-કળયુગ, મહાત્મા ગાંધી, અંહિસાના સિંદ્ધાંતનો ઉલ્લેખ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં અક્ષયની અરજી સિવાય અન્ય એક અરજી વિશે પણ સુનાવણી કરાશે, જેમાં વકીલ સંજીવ કુમારે દોષિતોને શક્ય હોય તેટલી વહેલા ફાંસી આપવાની વાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here