નવા વર્ષનો પ્રથમ ઝટકોઃ ગેસ સિલીન્ડર 19 રૂપિયા માેંઘુ

0
16

નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને વર્ષના પ્રથમ દિવસે જ રસોઈ ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો થયો છે. સતત ચોથા મહિને ગેસના ભાવમાં વધારો થયો છે જેના કારણે સામાન્ય માણસને માેંઘવારીનો વધુ એક ઝટકો મળ્યો છે. દેશના મુખ્ય મહાનગરોમાં સબસીડી વગરના ગેસ સિલીન્ડર 19 રૂપિયા માેંઘા થયા છે.

આજથી દિલ્હીમાં 14.2 કિલોના સબસીડી વગરના સિલીન્ડરનો ભાવ 714 રૂપિયા થયો છે. કોલકત્તામાં તેનો ભાવ 747 રૂપિયા છે. મુંબઈ અને ચેન્નાઈમાં ક્રમશઃ 684.50 અને 734 રૂપિયા થયો છે. બીજી બાજુ 19 કિલો સિલીન્ડરની કિંમત દિલ્હીમાં 1241 રૂપિયા થઈ છે. કોલકત્તામાં 1308 રૂપિયા, મુંબઈમાં 1190 રૂપિયા અને ચેન્નાઈમાં તેનો ભાવ 1363 રૂપિયા થઈ ગયો છે. ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોના સબસીડી વગરના સિલીન્ડર માટે લોકોએ 695 રૂપિયા ચૂકવવા પડતા હતા. કોલકત્તામાં તેનો ભાવ 725.50 રૂપિયા હતો. જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 14.2 કિલોનું સબસીડી વગરનું સિલીન્ડર ક્રમશઃ 665 અને 714 રૂપિયામાં મળતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here