દિલ્હીમાં મોટાભાગના માતા-પિતા સ્કૂલોમાં વાર્ષિક ‘સ્મોગ બ્રેક’ ઇચ્છે છે : સર્વે

0
106

રાજધાનીનું પ્રદૂષણનું સ્તર સૌથી ખરાબ હોવાથી લોકલ સર્કલ્સ નામના વકીલ જૂથ દ્વારા કરાયો સર્વે

દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એન.સી.આર.)માં મોટાભાગના માતા-પિતા ઇચ્છે છે કે શાળાઓમાં દર વર્ષે નવેમ્બરના પ્રથમ બે અઠવાડિયામાં ‘સ્મોગ બ્રેક’ નક્કી કરવામાં આવે કારણ કે ઝેરી પ્રદૂષણનું ગંભીર સ્તર રાજધાનીનું લક્ષણ બની ગયું છે.

દિલ્હી, નોઈડા, ગુડગાંવ, ગાઝિયાબાદ અને ફરીદાબાદના 8762 રહેવાસીઓમાં લોકલ સર્કલ્સ નામના વકીલ જૂથ દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે માતા-પિતા હવે શિયાળો અને ઉનાળાના વેકેશનની જેમ ‘વાર્ષિક સ્મોગ બ્રેક’ ઇચ્છે છે. 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી કરવામાં આવેલા સર્વેક્ષણમાં આશરે 74 ટકા લોકો એ વાતે સંમત થયા છે કે દિલ્હી-એનસીઆરની શાળાઓએ 1 નવેમ્બરથી 20 નવેમ્બરની દરમિયાન વેકેશન રાખવું જોઈએ. સર્વે અનુસાર વાલીઓએ એમ પણ કહ્યું હતું કે ‘સ્મોગ બ્રેક’ની રજાઓની સંખ્યા અન્ય વેકેશનના દિવસો ઘટાડીને સરભર કરી શકાય છે.  લોકલ સર્કલ્સ એ જણાવ્યું છે કે સ્મોગ બ્રેકની માંગ કરનારા માતા-પિતાની સંખ્યા  2017માં 55 ટકાથી વધીને આ વર્ષે 74 ટકા થઇ હતી.

આ વર્ષે એ.ક્યુ.આઈ.એ 500ને વટાવી દીધું ત્યારે બાળકો પરના ગંભીર પ્રદૂષણના પ્રતિકૂળ આરોગ્ય પ્રભાવોને ઘટાડવા માટે દિલ્હીની શાળાઓ બંધ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એન.સી.આર.માં પ્રદૂષણના કારણે 3 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન ત્રણ વખત શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. એટલે કે આ સમયગાળામાં ફક્ત પાંચ દિવસ માટે શાળાઓ કાર્યરત હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here