જાણો… ડો. બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના નિર્માતા તરીકે કેમ ઓળખવામાં આવે છે?

0
84

ભારતના સંવિધાનને ભારતીય સમાજ માટે એક માર્ગદર્શક દસ્તાવેજ તરીકે રજૂ કરવા માટે ડો. બાબા સાહેબ આંબેડકરની સૌથી અસરકારક અને નિર્ણાયક ભૂમિકા રહી હતી.

ડો. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતા હેઠળ તૈયાર થયેલ ભારતીય બંધારણનું ડ્રાફ્ટિંગ 26 નવેમ્બર, 1949ના રોજ ભારતીય સંવિધાન સભામાં સ્વીકૃત થયું. તેમજ આ ભારતીય બંધારણ દેશમાં 26 જાન્યુઆરી, 1950થી લાગુ પડ્યું અને ભારત એક ગણરાજ્ય બન્યું. તેથી, વર્ષ 2015થી 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 2015માં બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી હતી. તેથી, ડો. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિનાં રૂપમાં 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે મનાવવાની શરૂઆત થઇ.

બંધારણ સભાની મોટાભાગની બેઠકોમાં સરેરાશ 300 સભ્યો હાજર હતા અને બંધારણની રચના કરવામાં તમામ સભ્યોને સમાન અધિકાર હતા. છતાં પણ માત્ર ડો. બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના નિર્માતા તરીકે કેમ ઓળખવામાં આવે છે?

નહેરુના આત્મકથાકાર માઇકલ બ્રેચર આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ માનતા હતા અને બંધારણના ઘડતરમાં તેમને ફિલ્ડ જનરલ તરીકેની ભૂમિકામાં ઓળખાવતા હતા. (માઇકલ બ્રેચર દ્વારા લિખિત નેહરુ : એક રાજકીય બાયોગ્રાફી, 1959)

બંધારણ સભામાં બંધારણ રજૂ કરતાં પોતાના છેલ્લા ભાષણમાં ડો. આંબેડકરએ આટલા ટૂંકા સમયમાં સંપૂર્ણ અને વિગતવાર બંધારણ તૈયાર કરવા માટેનો શ્રેય અને નમ્રતાનો શ્રેય તેમના સાથીદારોને આપ્યો હતો.પરંતુ આખી બંધારણ સભા એ હકીકતથી વાકેફ હતી કે આ એક મહાન નેતાનો તેમના સાથીઓ પ્રત્યેનો પ્રેમ અને નમ્રતાપૂર્ણ આભારવિધિ છે.બંધારણ સભાએ આંબેડકરની ભૂમિકા સ્વીકારી

આંબેડકર બંધારણની મુસદ્દાની સમિતિના અધ્યક્ષ હતા, જેમની જવાબદારી બંધારણનો લેખિત ડ્રાફ્ટ રજૂ કરવાની હતી. આ સમિતિમાં કુલ 7 સભ્યો હતા. આ દરમિયાન એક સભ્યનું અવસાન થયું હતું અને તેમની જગ્યાએ કોઈ નવા સભ્યો આવ્યા નહતા. એક સભ્ય અમેરિકામાં હતો અને તેની જગ્યા ભરાઈ ન હતી. બીજો એક વ્યક્તિ સરકારી બાબતોમાં સામેલ હતો અને તે પોતાની જવાબદારી નિભાવતો ન હતો. એક કે બે લોકો દિલ્હીથી ખૂબ દૂર હતા અને સ્વાસ્થ્યનાં કારણોસર સમિતિની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યા ન હતા. તેથી, એવું બન્યું છે કે આ બંધારણ લખવાનો ભાર ડો. આંબેડકર પર આવી પડ્યો હતો. મને કોઈ શંકા નથી કે આપણે બધાએ તેમના માટે આભારી રહેવું જોઈએ કારણ કે તેમણે આ જવાબદારી એટલી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. “(બંધારણ સભાની ચર્ચા, ભાગ 7, પૃષ્ઠ 231)

અગ્રણી સમાજશાસ્ત્રી પ્રોફેસર ગેઇલ ઓમવેટ લખે છે કે બંધારણની રચના કરતી વખતે, ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ પર વારંવાર ચર્ચા થતી હતી. આ તમામ બાબતોના સંબંધમાં આંબેડકરે ચર્ચાને દિશા આપી, પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને બાબતો પર સહમતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આંબેડકર અનેક વિષયોના વિદ્વાન હતા

આંબેડકર એવા કેટલાક લોકોમાં હતા જેઓ મુસદ્દા સમિતિના સભ્યો હતા અને બાકીની 15 સમિતિઓમાં એક કરતા વધુ સમિતિના સભ્યો હતા. તેમની રાજકીય ક્ષમતા અને કાયદાકીય કુશળતાને કારણે તેમને બંધારણ સમિતિ દ્વારા મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

બંધારણ લખવું, બંધારણ સભામાં વિવિધ લેખો અને જોગવાઈઓની દ્રષ્ટિએ ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ, વિરોધાભાસ ના થાય તે માટે જોગવાઈઓનું સંતુલન રાખવું અને બંધારણને ભારતીય સમાજ માટે માર્ગદર્શક દસ્તાવેજ તરીકે રજૂ કરવું. જેવા અનેક કાર્યોમાં આંબેડકરની સૌથી અસરકારક અને નિર્ણાયક ભૂમિકા હતી.

સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ન્યાય, કાયદાનું શાસન, કાયદા સમક્ષ સમાનતા, લોકશાહી પ્રક્રિયા અને તમામ વ્યક્તિઓનું ગૌરવપૂર્ણ જીવન, ધર્મ, જાતિ અને અન્ય કોઈપણ ભેદભાવને ધ્યાનમાં લીધા વિના બનાવાયેલું ભારતીય બંધારણ આદર્શ બંધારણ છે. ભારતીય સમાજમાં આ શબ્દોની અસરોને અમલમાં મૂકવા માટે તેમણે આજીવન સંઘર્ષ કર્યો. તેની છાપ ભારતીય બંધારણમાં જોઇ શકાય છે.

બંધારણ ઉપર ડો. આંબેડકરની છાપ

ભારતનું નવું બંધારણ મોટે ભાગે 1935ના ભારત સરકાર અધિનિયમ અને 1928ના નહેરુ અહેવાલ પર આધારિત છે, પરંતુ તેને અંતિમ સ્વરૂપ આપી બંધારણ ઘડવામાં આંબેડકરનો ખુબ જ પ્રભાવ છે. આંબેડકર ભારતીય બંધારણની તાકાત અને મર્યાદાઓથી પણ સારી રીતે જાગૃત હતા. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે બંધારણની સફળતા કે નિષ્ફળતા આખરે એવા લોકો પર નિર્ભર રહેશે કે જેમની પાસે સરકાર ચલાવવાની જવાબદારી છે. તેઓ એ પણ સારી રીતે જાણતા હતા કે બંધારણ દ્વારા રાજકીય સમાનતા સ્થાપિત થઈ છે, પરંતુ સામાજિક અને આર્થિક સમાનતા હજી બાકી છે, જે રાજકીય સમાનતા જાળવવા માટે પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here