આવનારા ટૂંક સમયમાં Wi-Fi કોલિંગ સેવા ગ્રાહકોને ફોનની કનેક્ટિવિટીમાં કઈ રીતે લાભ પહોંચાડશે તે જાણો

0
13

Wi-Fi કોલિંગ સેવા ચાલુ કરનાર એરટેલ પ્રથમ કંપની

એરટેલે તેની Wi-Fi કોલિંગ સેવા દિલ્હી એનસીઆરમાં શરૂ કરી દીધી છે. આ સેવાઓ ધીરે ધીરે ભારતભરમાં શરૂ કરવામાં આવશે. આ સાથે, એરટેલ Wi-Fi કોલિંગ પ્રદાન કરતી ભારતની પ્રથમ ટેલિકોમ કંપની બની ગઈ છે. આ ઉપભોક્તાઓ માટે સારા સમાચાર છે. કારણ કે Wi-Fi કોલિંગ તમારા કોલ્સને Wi-Fi નેટવર્ક પર લઈ જાય છે. પરિણામે, હવે તમે જ્યાં પણ હોવ ત્યાંથી HD વોઇસ કોલિંગનો આનંદ લઈ શકશો.

એરટેલ સતત તેના ગ્રાહકોના અનુભવને સુધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ ટેલિકોમ કંપનીએ ગ્રાહક કેન્દ્રિત અભિગમને ધ્યાનમાં રાખીને Wi-Fi કોલિંગ શરૂ કરવાનો નિર્ણય છે.

નબળી કનેક્ટિવિટીમાં પણ Wi-Fi દ્વારા સ્માર્ટફોનમાં વાત કરવી શક્ય બનશે

ઘરની અંદર અથવા બંધ જગ્યાઓ પર નબળી નેટવર્ક કનેક્ટિવિટીએ ઘણા લોકો માટે એક મુખ્ય પીડા રહી છે. ત્યારે Wi-Fi કોલિંગ એ એક પ્રગતિ તકનીક સાબિત થઈ શકે છે. તમે ઘરે, ઓફિસમાં અથવા અન્ય કોઈ બંધ જગ્યામાં એરટેલના Wi-Fi કોલિંગ દ્વારા તમને ઘરની અંદર સારી કનેક્ટિવિટી સાથે સિગ્નલ મળશે. જે લોકોના વોઇસ કોલ્સની ગુણવત્તાને વધારશે. ચાલુ ફોનમાં હવેમાં લોકોએ વિંડો તરફ ધસી જવાની અથવા બહાર પગ મૂકવાની જરૂર નહીં પડે. આ વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે તમારે એરટેલ Wi-Fi કોલિંગનો લાભ લેવા માટે વધારાની ચુકવણી કરવાની જરૂર નથી. અથવા તો કોઈ વધારાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક Wi-Fi ને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને HD કોલિંગનો લાભ મેળવી શકશો. આ થવાથી હવે ઘરની અંદર પણ આશ્ચર્યજનક સિગ્નલ મળશે.

આ સુવિધાનો લાભ હાલ દિલ્હી એનસીઆરમાં એરટેલના ગ્રાહકો માણી શકશે. ઉપરાંત ભારતભરમાં Wi-Fi કોલિંગ શરૂ થાય તે સમય હવે જલ્દીથી આવી શકે છે.

એરટેલ Wi-Fi કોલિંગની બીજી મુખ્ય સુવિધા ઝડપી કોલ સેટ-અપ સમય છે. જે વીઓએલટીઇ (VoLTE) કરતા પણ વધુ સારો છે. ઘણીવાર નેટવર્ક સમસ્યાઓના કારણે કોલ કનેક્ટ થવા માટે સમય લે છે. જો કે, Wi-Fi લિંગ આ સમસ્યાને પણ હલ કરે છે. તમારા કોલ્સ પહેલાં કરતાં વધુ ઝડપથી કનેક્ટ થશે.

એરટેલના Wi-Fi કોલિંગના ઉપયોગનો પ્રારંભ કરવા માટે યૂઝર્સે ફક્ત એક સ્માર્ટફોન મેળવવાની જરૂર રહેશે. જે એરટેલની નવી સેવા સાથે સુસંગત હોવો જોઇએ. આ માટે નવું સોફ્ટવેર અપડેટ ડાઉનલોડ કરવું અનિવાર્ય રહેશે.

હાલમાં નીચેની બ્રાન્ડ્સના મોડેલ Wi-Fi કોલિંગની સુવિધા આપે છે :

સેમસંગ: સેમસંગ ગેલેક્સી J6, ગેલેક્સી On6, ગેલેક્સી M30, ગેલેક્સી A10

એપલ: આઇફોન XR, આઇફોન 6s, આઇફોન 6s Plus, આઇફોન 7, આઇફોન 7 Plus, આઇફોન SE, આઇફોન 8, આઇફોન 8 પ્લસ, આઇફોન X, આઇફોન XS, આઇફોન XS Max, આઇફોન 11, આઇફોન 11 Pro

વનપ્લસ: વનપ્લસ 7, વનપ્લસ 7PRO, વનપ્લસ 7T, વનપ્લસ 7T PRO

શાઓમી: શાઓમી POCO F2, K20, K20 PRO

એરટેલને આ સુવિધાથી તેના સબ્સ્ક્રાઇબર વધારવા માટે આનાથી સારો સમય ન મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here