કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સનો રિપોર્ટ : કલમ 370ની નાબૂદી બાદ કાશ્મીરને કરોડોનું આર્થિક નુકસાન

0
80

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ સરકાર દાવો કરી રહી છે કે કાશ્મીરમાં સ્થિતિ થાળે પડી રહી છે. પરંતુ કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સનો રિપોર્ટ કંઈક અલગ પરિસ્થિતિ તરફ નિર્દેશ કરી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર કલમ 370 હટાવાયા બાદ તનાવપૂર્ણ માહોલના પગલે કાશ્મીરને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

સરકારના દાવાઓ ખોટા

ભાજપ સરકાર દ્વારા છાશવારે એવા દાવાઓ કરવામાં આવે છે કે કાશ્મીરમાં બધું સામાન્ય બની ગયું છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સે આ મુદ્દાને ટાંકીને જણાવ્યું હતું કે સરકારના દાવા મુજબ કાંઈ પણ જોવા મળતું નથી. આતંકવાદી ઘટનાઓ આજે પણ જોવા મળી રહી જ છે. બેરોજગારીમાં કોઈ ફરક પડયો નથી. નવા ઉદ્યોગો ધમધમતા કરવાની વાત તો દૂર સ્થાનિક ધંધા- રોજગાર જ ઠપ થયેલા છે.

કલમ 370 હટાવાયા બાદ આર્થિક સ્થિતિ

કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના 5 ઓગષ્ટ બાદની સ્થિતિનુ મુલ્યાંકન કરતા રિપોર્ટ મુજબ છેલ્લા ચાર મહિનામાં કલમ 370 હટાવાયા બાદ જે તંગ માહોલ સર્જાયો હતો. તેના કારણે કાશ્મીરને 17000 કરોડ રુપિયાનુ નુકસાન થયુ છે. આ ગણતરીમાં ખેડૂતોને સામેલ કરાયા નહોતા. જયારે કાશ્મીરના ટુરિઝમને પડેલો ફટકો ગણતરીમાં લેવામાં આવ્યો હતો. આ સિવાયના બીજા સેક્ટરને થયેલુ નુકસાન પણ ધ્યાનમાં લેવાયુ હતુ.

 

????????????????????????????????????

આ નુકસાનનો અંદાજ જમ્મુ કાશ્મીરની ગયા વર્ષની જીડીપીના આધારે લગાવવામાં આવ્યો છે. આ માટે કાશ્મીરના 10 જિલ્લામાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જ્યાં રાજયની કુલ વસતીના 55 ટકા લોકો રહે છે. આ માટે 120 દિવસની ગણતરીને ધ્યાનમાં લેવમાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના મતે આ નિર્ણયથી સૌથી મોટો ફટકો કાશ્મીરના પર્યટનને ફટકો પડ્યો છે. ઘાટીમાં હાલમાં પર્યટનની માઠી દશા બેઠી છે.

સરકાર અને કોર્ટ પાસે રજૂઆત

ચેમ્બરે જણાવ્યું હતું કે ઓગસ્ટ માસ કાશ્મીરને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કોઈ બાહ્ય એજન્સીની નિમણુક કરવા અમે કોર્ટ સમક્ષ રજૂઆત કરીશું. આ ઉપરાંત, કાશ્મીરને થયેલા નુકસાન સંદર્ભે સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ જનજીવન ઠપ્પ થઈ ગયુ હતુ. સતત કરફ્યુના કારણે કાશ્મીરમાં આર્થિક પ્રવૃત્તિ પણ ઠપ્પ સમાન થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here