શું બેંકમાં આપના નાણાં સુરક્ષિત છે? જો બેંક દેવાળુ ફૂંકે તો કેટલા રૂપિયા પરત મળે?

0
49

ઘણા લોકોએ પોતાના બધા જ પૈસા પીએમસી બેંકમાં જમા કરાવ્યા હતા. પરંતુ બેંક પર પ્રતિબંધના સમાચારો બાદ ખાતાધારક મુશ્કેલીમાં પડી ગયા છે.કારણ કે, હવે તે છ મહિના સુધી ખાલી 10,000 રૂપિયા જ બેંકમાંથી કાઢી શકશે. જેને કારણે નાણાકિય સલાહકાર એક જ બેંકમાં પૈસા જમા કરવાની સલાહ આપતા નથી. નાણાકિય સલાહકાર અનુસાર બચતકર્તાઓએ બે-ત્રણ ખાતામાં પૈસા રાખવા જોઈએ અને ખાતા કો-ઓપરેટિવ બેંક,ખાનગી બેંક અને સરકારી બેંકમાં જમા હોવા જોઈએ. સલાહકારો અનુસાર કો-ઓપરેટિવ બેંકમાં વધુ પૈસા રાખવા ખતરનાક સાબિત થઈ શકે છે

બેંકનું દેવાળીયુ ફુંકાતા મળશે માત્ર એક લાખ રૂપિયા!

RBIના નિયમો અનુસાર જો બેંકનું લાઈસન્સ કોઈ કારણે રદ્દ થાય તો તે ફરી ગ્રાહકોની જમા રકમને પરત મળવા પર કોઈ પ્રકારની જવાબદારી હોતી નથી.બેંકના લાઈસન્સ રહેવા સુધી, જો કોઈ કારણે બેંક ડૂબી જાય છે તો ફરી પ્રત્યેક ખાતાધારકને માત્ર એક લાખ રૂપિયા મળશે. માની લો કે તમારી કોઈ બેંકમાં કોઈ પણ પ્રકારના ખાતા હોય અને તેમાં 10 લાખ રૂપિયા જમા છે. બેંકનું દિવાળીયુ નિકળવાની સ્થિતિમાં તમને ખાલી એક લાખ રૂપિયા મળશે. બાકીના 9 લાખ રૂપિયા ડૂબી જશે.

જો ખાતામાં 1 લાખ રૂપિયાથી ઓછી રકમ જમા છે તો ફરી નિયમ અનુસાર બેંક તમને તેની રકમ પરત કરશે.ખાતામાં એક રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા જમા હોવા પર બેંક તમને પૂર્ણ રકમ પરત કરશે.જો કે, આવી સ્થિતિ હજી સુધી કોઈ પણ બેંકમાં આવી નથી.

RBIની સ્વામિત્વ વાળી ડિપોજિટ ઈશ્યોરેન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોપોરેશનના નિયમ અનુંસાર દેશમાં કાર્યરત બધી બેંકોના વીમા હોય છે. આ વીમા ખાતાધારકોની જમા રકમ પર હોય છે. જોકે બેંકનું લાઈસન્સ રદ્દ થઈ જાય છે તો કોઈ પણ પ્રકારે વીમા ખાતા પર પ્રભાવી નહીં થાય. આ નિયમ બધી જ સરકારી, ખાનગી અને કો-ઓપરેટિવ બેંકો પર લાગૂ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here