ઇમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે બાદબાકી, બાજવાની દખલગીરી વધતી જાઈ છે.

0
64

સૈન્ય શાસન માટે કુખ્યાત રહેલા પાકિસ્તાનમાં સરકારના કામકાજમાં એક વખત ફરીથી સેનાની દખલ વધતી દેખાય રહી છે. તાજેતરમાં બિઝનેસમેન સાથે મીટિંગ બાદ પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા હવે પીએમ ઇમરાન ખાનની સાથે ચીનના પ્રવાસે પણ પહોંચ્યા. સ્પષ્ટ છે કે આર્થિક મોર્ચા પર દખલ બાદ હવે સેના પ્રમુખ વિદેશ નીતિમાં પણ પોતાની દખલ ઇચ્છે છે. 1947 બાદથી ત્રણ વખત સૈન્ય તખ્તાપલટ જોઇ ચૂકેલ પાકિસ્તાનમાં તેના ઇતિહાસનો અડધો હિસ્સો સેાનાના શાસનનો રહ્યો છે. ત્યારે ફરી એક વખત પાકિસ્તાનમાં ચર્ચા થવા લાગી છે કે પાકિસ્તાનમાં ફરીથી સૈન્ય શાસનનો સમય આવશે?

આની પહેલાં ઇમરાન જ્યારે સંયુકત રાષ્ટ્ર મહાસભાની બેઠક માટે ગયા હતા ત્યારે તેમની સાથે જનરલ બાજવાની સાથે ISIના ચીફ લેફ્ટિનેંટ જનરલ ફૈજ હમીદ પણ હતા. પાકિસ્તાનની ઇકોનોમીને બદતર સ્થિતિમાંથી કેવી રીતે ઉગારી શકાય છે, તેના પર જનરલે તાજેતરમાં જ પાકિસ્તાનના બિઝનેસમેનની સાથે પ્રાઇવેટ મીટિંગ પણ કરી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના પ્રેસિડન્ટ શી એ જનરલ બાજવા સાથે મુલાકાત કરી હતી. જેની આર્મીએ CPEC પ્રોજેક્ટસમાં કામ કરનાર હજારો ચાઈનીઝ કર્મચારીઓની સુરક્ષા માટે એક અલગ ફોર્સ બનાવી છે. આ વર્ષે ઑગસ્ટમાં ચીને બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારવાના ઇમરાનના પગલાનું સ્વાગત કર્યું હતું અને બાજવાની ફોજને ‘અસાધારણ નાયક’ અને ચીન સરકારના ‘જૂના દોસ્ત’ ગણાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here