‘હું રાજીનામું આપીશ, ત્રણ પૈડાંની સરકાર લાંબી ચાલશે નહીં’ : દેવેન્દ્ર ફડણવીસ

0
230

મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે બપોરે વધુ એક વળાંક આવ્યો. ઉપમુખ્ય મંત્રી પદ પરથી અજિત પવારે રાજીનામું આપી દીધું છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રીપદ પરથી અજિત પવારે રાજીનામું આપી દીધું છે.

દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે અજિત પવારે મને કહ્યું કે હું યુતિમાં રહી નહીં શકું અને હું રાજીનામું આપું છું. દેવેન્દ્ર ફડણવીસે પણ પત્રકારપરિષદ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

શિવસેનાના નેતા સંજય રાઉતે પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અજિત પવારે રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે અમારી સાથે છે.

જોકે હવે થોડી જ વારમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પત્રકારપરિષદ યોજવા જઈ રહ્યા છે. અને રાજીનામું આપી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here