અહો…આશ્ચયમ્! પાકિસ્તાન એ.ટી.સી.એ ભારતીય વિમાનને અકસ્માતથી બચાવ્યું.

0
154

જયપુરથી ઓમાનની રાજધાની મસ્કત જઈ રહેલા એક ભારતીય વિમાનને અકસ્માતથી પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી)એ બચાવી લીધું હતું. ખરાબ હવામાનને કારણે વિમાનના પાઇલટે એલર્ટ જારી કર્યું હતું. જેના પગલે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના એક એર ટ્રાફિક કંટ્રોલરએ ભારતીય વિમાનને ક્રેશ થવાથી બચાવ્યું હતું.

‘ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ’ના અહેવાલ મુજબ, ભારતીય વિમાનમાં 150 મુસાફરો હતા. ગુરુવારે કરાંચી વિસ્તાર ઉપર વિમાન ઉડતું હતું ત્યારે વિમાન વીજળીની ઝપેટમાં આવી ગયું હતું અને તે જ સમયે વિમાન અચાનક 36 હજાર ફીટની ઉંચાઈથી 34 હજાર ફીટની ઊંચાઈ પર આવી ગયું હતું. ત્યારબાદ પાઇલટે કટોકટીનો પ્રોટોકોલ જાહેર કર્યો હતો અને નજીકના સ્ટેશનોમાં જોખમની જાણ કરી હતી. પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરએ ભારતીય પાઇલટની ચેતવણી પર તુરંત જ પ્રતિક્રિયા આપી હતી અને આસપાસના ક્ષેત્રની બાકીની મુસાફરી માટે હવાઈ ટ્રાફિક દ્વારા વિમાનને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં માર્ગદર્શન આપ્યું હતું.

બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં ભારતને પ્રતિબંધ હતો

ભારત સાથેના અડચણને ધ્યાનમાં રાખીને લગભગ પાંચ મહિનાના પ્રતિબંધ બાદ પાકિસ્તાને 16 જુલાઈએ ભારત માટે તેની હવાઈ પટ્ટી ખોલી હતી. બાલાકોટમાં ભારતીય હવાઈ દળના હવાઈ હુમલો બાદ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પાકિસ્તાને કાશ્મીર મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત માટે તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here