ગુજરાત ભાજપની મુશ્કેલીમા વધારો: કેતન ઈમાનદાર બાદ બીજા બે ધારાસભ્યોએ સીએમને પત્ર લખતા રાજકારણ ગરમાયું…..

0
4516

કેતન ઈમાનદાર બાદ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ સરકાર સામે મોરચો ખોલ્યો

ભરૂચના બે ભાજપી ધારાસભ્યોએ પણ હવે સરકારી અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. જીએનએફસીના એમ.ડી. વિરુદ્ધ સીએમ રૂપાણીને બન્ને ધારાસભ્યોએ પત્ર લખી રજુઆત કરી છે. જીએનએફસી કૌભાંડની શક્યતા દર્શાવી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સીએમને લેખિતમાં રજુઆત કરી છે. સાથે જ ભોપાલકાંડ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી પણ આશંકા વ્યક્ત કરી છે.

ભોપાલકાંડ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી પણ આશંકા વ્યક્ત કરી:

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. બંને ધારાસભ્યોએ જીએનએફસીના વહીવટ સામે સીએમ વિજય રૂપાણીને પત્ર લખતા ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે બંને ધારાસભ્યો એ સરકાર કે પક્ષ સામે નારાજગી ન હોવાનો દાવો કર્યો છે. દુષ્યંત પટેલ અને અરૂણસિંહ રાણાએ જીએનએફસીમાં મોટું કૌભાંડ થયું હોવાની આશંકા સેવી છે. તેમજ જીએનએફસીનો માકેટ કેપ 75 ટકા ઘટ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અરૂણસિંહે જીએનએફસીના એમડી સરમુખત્યારશીહીની જેમ વર્તતા હોવાનો આક્ષેપ કર્યો છે. દહેજ ના ટીડીઆઈ પ્લાન્ટમાં સંગ્રહ કરવામાં આવેલ જોખમી કેમિકલ ફોસજોનથી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા પણ વ્યક્ત કરી..

ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ જીએનએફસીના નીમ પ્રોજેક્ટની નિષ્ફળતા પાછળ અણધડ વહીવટ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો. સાથે સ્થાનિકોને રોજગારી સહીતના પ્રશ્નો અંગે સીએમ રૂપાણીને રજૂઆત કરી. ભરૂચના બંને ધારાસભ્યોએ આ મુદ્દે છેલ્લા બે ત્રણ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે. છતાંય કોઈ કાર્યવાહી ન થતા હવે સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. જોકે તેમણે સરકાર કે પક્ષ સામે નારાજગી ન હોવાનો પણ દાવો કર્યો છે. પરંતુ આ ધારાસભ્યોની સીએમને પત્ર લખવાની રજૂઆતથી અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here