ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ: એક સિંગર પુણેમાં 122 ભાષાઓમાં 13 કલાકનો શો યોજશે.

0
82

આજ-કાલ ભારતમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવાનો ભારતીયોમાં જાણે ટ્રેન્ડ આવ્યો હોય એવું વાતાવરણ સર્જાયું છે.ગઈ કાલે જ નવી દિલ્હીની અંદર બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યા. ગાંધીજયંતિ નીમીત્તે 10,000થી વધુ બાળકોને એકસાથે સોલાર બલ્બ પ્રગટાવીને એક ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો ત્યારબાદ આ સોલાર બલ્બ અન્ય રાજ્યોમાં તથા વિદેશોમાં પણ આ પ્રકારની વર્કશોપ યોજવામાં આવ્યા હતા અને આ બાબતની નોંધ પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરીકે લેવામાં આવી હતી.

હવે વાત કરીએ એક નવા ગિનીસ રેકોર્ડ જે એક પુણેની સિંગર બનાવશે.
પુણે સ્થિત ગાયક મંજુશ્રી ઓક ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાના પ્રયાસમાં 122 ભારતીય ભાષાઓમાં 13 કલાક સુધી નોન સ્ટોપ પોતાની કલા રજૂ કરશે.

તેણી પોતાની આ કલા પ્રદર્શિત કરતા શો”અમૃતવાણી’ અંગેની જાહેરાત બુધવારે સાવિત્રીબાઈ ફુલે કોન્ફરન્સ હોલ, પુણે યુનિવર્સિટીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. પંડિત હૃદયનાથ મંગેશકર, જે આ અનોખા શોને કમ્પોઝ કરશ અને તેઓ મંજુશ્રીના ગુરુ પણ છે અને ઉપયુક્ત તમામ બાબતો પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવવામાં આવી હતી.
‘શ્રી યશલક્ષ્મી આર્ટ’ દ્વારા આયોજીત અને ટીઆરટીઆઈ ના સહયોગથી તેમજ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી, લલિત કલા કેન્દ્ર, પુણે, હેરિટેજ – ધ આર્ટ લેગસી અને સેન્સસ ઓફિસ, મુંબઇ દ્વારા આયોજીત, આ સંગીત પ્રદર્શન 10 ઓક્ટોબરના રોજ યશવંતરાય ચૌહાણ નાટ્યગૃહ ખાતે યોજાશે સવારે 10.30 થી રાતે 11.30 સુધી.
અત્યાર સુધી ગાયક મધુશ્રીએ મેળવેલી સિદ્ધિઓ 2017 અને 2018 માં 12 કલાક સુધી ગાવાનો રેકોર્ડ રાખનાર ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ બનાવ્યો હતો.

આ વખતે, તેણીનું અનુસૂચિત અને બિન-અનુસૂચિત ભાષાઓ, પેટા ભાષાઓ તેમજ બોલાતી અને આદિજાતિ ભાષાઓ સહિતની 122 ભાષાઓમાં લોક, ભક્તિ, ભાવ ગીત, રોમેન્ટિક અને ગઝલ જેવી કેટેગરીમાં ગીતો રજૂ કરવાનો લક્ષ્યાંક છે.

મરાઠી, ઉર્દુ, વરાહદી બોલી, અંગિકા, ટાંગસા, લદાખી, પંજાબી, નિકોબરેસી, તામિલ, પાલી અને સંસ્કૃતને ભાષાઓમાં પણ પોતાની કલાને ઉજાગર કરશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે સામાજિક મુદ્દાઓ પર વિવિધ સંદેશાઓ જેમ કે સ્ત્રી સાક્ષરતા અને વધુ વૃક્ષો ઉગાડવાની જરૂરિયાત પ્રદર્શનનો ભાગ બનશે.

મધુ શ્રી ઓકે ઉત્સાહથી કહ્યું કે, ‘2019 ને સ્વદેશી ભાષાઓનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે … તેથી, આપણા દેશની સમૃદ્ધ ભાષીય વિવિધતાની ઉજવણી કરવા માટે, હું એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે એક જ પ્રદર્શનમાં 122 ભારતીય ભાષાઓમાં ગીતો ગાવાનો પ્રયત્ન કરીશ.’

ગાયકના અભિનયનું મૂલ્યાંકન કરવા માટે ભાષાકીય નિષ્ણાતોની જેમ પ્રખ્યાત સંગીતકારો અને સંગીત નિષ્ણાંતો પણ આ શોમાં હાજર રહેવાની અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here