ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ: નાણાંવટી પંચનો મોટો ખુલાસો

0
47

આજે વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગોધરા કાંડનો નાણાવટી પંચનો અહેવાલ મેજ પર રજૂ કરાયો છે. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગૃહમાં રજૂ કરાયો છે, રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી. તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરી રહ્યા છે. ગોધરા કાંડનો નાણાવટી પંચના રજૂ થયેલા આજના રિપોર્ટમાં મોદી સરકારને ક્લિનચીટ અપાઈ છે. મોદી સહિત તેમના પ્રધાનોનો આ કાંડમાં કોઈ રોલ ન હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણોને લઇને ગુજરાત સરકારે રચેલા તપાસ પંચનો અહેવાલ  ગૃહમાં રજુ થયો છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહે ઘટનાના 17 વર્ષ બાદ ગૃહમાં અઢી હજાર પાનાનો જાહેર કરાયો છે.

શું હતી સમગ્ર ઘટના ?

27 ફેબ્રુઆરી 2002ના દિવસની આ ઘટના છે. ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયા વિસ્તારમાં કેટલાક ટોળાએ અટકાવી હતી. બાદમાં ટોળાએ હુમલો કરીને ટ્રેનના એસ-6 કોચને આગ ચાંપી હતી. જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કાર સેવકોનાં મોત થયાં હતા. 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશને નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી પડી હતી. ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં જુદા જુદા કિસ્સામાં 1000થી વધુ લોકોનાં મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here