ગાંધીજી એક પ્રતિશિષ્ઠ બેરિસ્ટર, પત્રકાર, ક્રાંતિકારી અને રાષ્ટ્રપિતા – નિરજ નાવડિયા

0
193

આજે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ છે, ત્યારે ગાંધીજીની અમુક વાતો બહુ જુજ લોકો ને ખબર છે. એટલે જ લોકો માત્ર ગાંધીજી ને રાષ્ટ્રપિતા માને છે. પરંતુ ઘણા લોકો ને ખ્યાલ નથી કે ગાંધીજી એક બહુ સારા એવા પત્રકાર પણ હતા. ગાંધીજી જયારે મોહનદાસ ગાંધી હતા ત્યારે તેમને પત્રકારત્વ શું એમની ભનક પણ ના હતી. પણ જ્યારે ગાંધીજી ૧૭ વર્ષની ઉમરે બેરિસ્ટરનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જાય છે, ત્યારે તે ત્યાંના પ્રાદેશિક છાપાંના પરિચયમાં આવે છે. અને ત્યારે જ આ મોહનદાસ ને ખ્યાલ આવી ગયો હતો કે પત્રકારત્વ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને છાપાંઓ દ્વારા પોતાના પ્રખર વિચારો અને સિદ્ધાંતોને લોકો સુધી પોહચડવા માટેનું સરળ માધ્યમ છે તેવું માન્યું હતું. અને આ જ વિચારો સાથે જ મોહનદાસે પત્રકારત્વ જગતમાં પોતાને ઝંપલાવ્યા હતા. તેમના જીવનમાં ઇંગ્લેન્ડ અને દક્ષીણ આફ્રિકા તેમની કર્મ ભૂમિ બની હતી. અને તેમની વકીલ બનવાની મહત્વકાંક્ષા અને ૨૫-૩૦ વકીલ અને પત્રકારત્વના અનુભવના કારણે જ ભારત દેશને આઝાદી મળી છે. પ્રબળ સંકલ્પ-શક્તિ, આત્મવિશ્વાસ અને જીવન જીવવાના દ્રષ્ટિકોણના લીધે જ ગાંધીજી એક પ્રતિશિષ્ઠ રાષ્ટ્રપિતા બન્યા છે. અને પોતાના ધૈર્યવાન સ્વભાવ અને અહિંસા અને સત્યના પ્રયોગોના કારણે એક સફળ ક્રાંતિકારી સાબિત થયા હતા.

ગાંધીજી જ્યારે બેરિસ્ટરનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ પોહચ્યા ત્યારે દલપતરામ શુક્લ ને મળ્યા અને તેમના સુઝાવને કારણે ગાંધીજીએ પ્રથમવાર અંગ્રેજી સમાચાર વાંચવાનું શરુ કર્યું, ગાંધીજીએ ભારતમાં કોઈ દિવસ સમાચારપત્ર વાંચ્યા ન હતા, જ્યારે ઇંગ્લેન્ડમાં તેમને સૌ પ્રથમવાર અંગ્રેજી અખબાર “ડેલી ટેલીગ્રાફ” વાંચવાનું શરૂ કર્યું હતું. અને હવે મોહનદાસ સમચારપત્રોના પરિચયમાં આવ્યા અને ત્યારબાદ તેમની સમાચારપત્રો પ્રત્યે તેમની રૂચી વધતી ગઈ અને તેમણે ૧૮-૧૯ વર્ષની ઉમરે સમચારપત્રોમાં લખવાનું શરુ કર્યું, અને સંચારની પ્રભાવશાળી દુનિયા સાથે જોડાણા. મોહનદાસે ઇંગ્લેન્ડમાં “વેજીટેરીયન” સમાચારપત્રમાં અન્નઆહાર આંદોલન વિષે સૌપ્રથમ આર્ટીકલ ૧૧,જૂન ૧૮૯૧માં લખ્યો હતો. ત્યારબાદ તે પત્રકારત્વ-જગતમાં સતત ચર્ચાઓમાં રહ્યા, ત્યારબાદ ઇંગ્લેન્ડમાં ગાંધીજી એક પ્રતિશિષ્ટ વ્યક્તિ બની ગયા હતા. જ્યારે ગાંધીજી બેરિસ્ટર બની પોતાનું ભાગ્ય અજમાવવા દક્ષીણ આફ્રિકા પોહચ્યા અને ત્યાં તેમની દાદા અબ્દુલ્લા સાથે મુલાકાત થઇ. ત્યાં “કુલી બેરિસ્ટર” તરીકે ઓળખવા લાગ્યા અને “પાઘડી”ને લઇને દક્ષિણ આફ્રિકામાં ચાલેલા વિવાદોમાં ગાંધીજીએ “અનવેલકમ વિઝીટર” નામના અખબારમાં પોતાની “અનિચ્છનીય અતિથી” નામની કોલમ શરુ કરી. જેમાં ગાંધીજીએ પાઘડીને લઈને ચાલી રહેલા વિવાદો પર સતત દક્ષિણ આફ્રિકી વિરુધ્ધ લખ્યું, અને દક્ષિણ આફ્રિકામાં ભારતીયોને મોહનદાસમાં “ગાંધી” દેખાણો. ગાંધીજી નો નેટાલ ની વકીલ સભામાં વિરોધ પણ થયો. પરંતુ ગાંધી ડગ્યા નહી.

ગાંધીજી દ્વારા ૧૯૦૩ માં દક્ષિણ આફ્રિકામાં શરુ કરવામાં આવેલું દૈનિક સામાયિક “ઇન્ડિયન ઓપીનીયન”

 

જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફરતા હતા ત્યારે શેઠ અબ્દુલ્લાએ તેમની વિદાઈમાં સીડેનહેમમાં સામૂહિક ભોજન સમારોહ રાખ્યો હતો. પરંતુ તે દિવસના અંગ્રેજી અખબારમાં છપાયેલી ખબરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકા રહેવા માટે મજબૂર કરી દીધા. જે “ભારતીય મતાધિકાર”ની હતી કે દક્ષિણ આફ્રિકામાં નેટાલની ધારાસભામાં સાંસદને ચુંટવાનો અધિકાર ભારતીયનો હતો, જે હવે ભારતીયોનો મતાધિકાર મળશે નહી. ત્યારે ગાંધીજી ને અહેસાસ થયો કે આ ભારતીયોની સ્વતંત્રતા અને સ્વાભિમાન નષ્ટ કરવાનું ષડયંત્ર છે. અને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકી વિરૂધ્ધ ચળવળ કરી. અને ત્યારથી ઈંગ્લેન્ડના “ટાઈમ્સ” અને ભારતના “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા”માં સ્વતંત્રા અને સ્વાભિમાન પર લખવાનું શરુ કર્યું. ત્યારબાદ તેમણે દક્ષિણ આફ્રિકાના મહત્વના સમચારપત્રોના સંપાદકોની મદદથી આફ્રિકામાં રહેતા ભારતીયોને જાગૃત કરવા આફ્રિકાના મહત્વના સમાચારપત્રો “નેટાલ મરકયુરી” અને “નેટાલ એડવટાઈઝર”માં પણ લખવાનું શરુ કર્યું. જ્યારે ગાંધીજીએ ૧૮૯૭માં આફ્રિકામાં રહેતા ભારતીયોના પ્રશ્નોનું સમાધાન લાવવા “ધ ઇન્ડિયન ક્વેશ્નન” નામની કોલમ શરુ કરી, ત્યારબાદ હવે ગાંધીજી સમગ્ર આફ્રિકામાં છવાઈ ગયા હતા. ત્યારબાદ ગાંધીજીએ ભારતના મહત્વના સમાચારપત્રોના તંત્રીઓ સાથે સંપર્ક સાધ્યો અને ભારતીયોને શિક્ષિત અને જાગૃત બનાવવ માટે ભારતના સમાચાર પત્રો “ધ હિંદુ” અને “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” માટે લખતા થયા.

 

ઈ.સ. ૧૯૦૩ ગાંધીજીના તથા આફ્રિકામાં રહેતા તમામ ભારતીયો માટે મહત્વનું વર્ષ હતું, કારણ કે ગાંધીજીએ આફ્રિકામાં ભારતીયો માટે પોતાનું સામાયિક અખબાર લાવ્યા હતા. જે “ઇન્ડિયન ઓપીનીયન” તરીકે પસિદ્ધ થયું હતું. આ સમયે ગાંધીજી માત્ર ૩૫ વર્ષના હતા, અને અંગ્રેજી પત્રકારત્વ-જગતમાં વ્યાપક બની ગયા હતા. આ સામાયિકનો ધ્યેય મૂળ ભારતીયોને માનવધિકારો મળે અને સ્વતંત્ર કેમ બનવું, ન્યાય મેળવવા માટે ત્યાંની સરકાર સામે કેમ લડવું તે માહિતી આપવી અને તેનું સમાધાન કેમ લાવવું તે હતો. આ લડાઈ સમગ્ર રીતે અહિંસક હતી, અંગ્રેજી અખબારો ગાંધીજીને સાથ આપવાનું હવે બંધ કર્યું, હવે ગાંધીજી દિવસે ને દિવસે વ્યાપક બનતા જતા હતા. મારા મતે આઝાદીની ચળવળની સાચી શરૂઆત અહીંથી જ ગઈ હતી. ગાંધીજી હજુ ભારત પહોચ્યા ના હતા, તે પહેલા જ પોતાના વિચારો સામાયિકના માધ્યમથી લોકો સુધી પોહચાડી દીધા હતા.

દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારબાદ મુંબઈમાં શરુ કરવામાં આવેલું અંગ્રેજી સામાયિક “ધ બોમ્બે ક્રોનિકલ”

ઈ.સ.૧૯૧૫માં જ્યારે ગાંધીજી ભારત પરત આવ્યા ત્યારે તેમણે મુંબઈમાં “બોમ્બે ક્રોનિકલ” અને “સત્યાગ્રહી” નામના ૨ સામાયિક અખબારની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે “નવજીવન”, “હરીજન” અને ‘યંગ ઇન્ડિયા”નું સંપાદન શરુ કર્યું. અને અહીંના પ્રાદેશિક સામયિકો દ્વારા પોતાના વિચારોં અને સિદ્ધાંતો લોકો સુધી પોહચાડતા રહ્યા. સામયિકોએ ભારતને આઝાદી આપવામાં ખુબ જ મોટો ફાળો આપ્યો છે. ગાંધીજી એક સારા વકીલ કરતા એક વિશિષ્ટ પત્રકાર હતા. જ્યારે ગાંધીજી આફ્રિકામાં રહેતા ત્યારે લોકો તેમને વકીલ તરીકે ઓછા અને પત્રકાર તરીકે વધારે ઓળખાતા હતા.

એક સફળ ક્રાંતિકારી તરીકે ગાંધીજીએ દેશને આઝાદી આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ગાંધીજી શાંતિપ્રિય રીતે કેમ લોકો પાસેથી કામ કઢાવવું? તે જાણતા હતા, અને ગાંધીજી ભારતમાં ઘણા આંદોલનનું નેતૃત્વ કરી તેમાં સફળતા પ્રાપ્ત કરી છે. પછી તે મીઠા સત્યાગ્રહ હોઈ કે પછી ચાંપાનેર આંદોલન, ગાંધીજીએ સમગ્ર રીતે હું સંપૂર્ણ છું. એવું પોતાના વ્યક્તિત્વને કોઈ દિવસ નથી કીધું, તે સંપૂર્ણ હોવા છતાં પોતાને હંમેશા અપૂર્ણ જ કહેતા, તે સંપૂર્ણ રીતે સાદગીમાં માનનારા એક પ્રતિશિષ્ટ નેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here