ગુજરાતમાં માજી સૈનિકોનું મહાઆંદોલન, વિવિધ 15 માંગણીઓ માટે કરી રહ્યા છે આંદોલન ……

0
42

શહીદોના પરિવારોને 1 કરોડ આપવાની કરી માંગ

ગુજરાતમાં દિવસે ને દિવસે સરકાર સામે આંદોલનો નો અધરો થઇ રહ્યો છે ત્યારે હવે ગુજરાતના માજી સૈનિકો એ મોરચો મંડ્યો છે. માજી સૈનિકો વિવિધ 15 માંગણીઓને લઇને આંદોલન પર ઉતર્યા છે.
હજારોની સંખ્યામાં માજી સૈનિકો ભેગા મળીને રેલી સ્વરૂપે શાહીબાગ ખાતે આવેલ શાહિદ સ્મારક પહોંચ્યા હતા. જેમાં માજી સૈનિકો સાથે તેના પરિવારના લોકો પણ જોડાયા હતા. 15 જેટલી માંગણીઓ ને લઇ બીજા દિવસે પણ આંદોલન ચાલુ રાખ્યું હતું.
શાહિદ થયેલા સૈનિકોના પરિવારને 1 કરોડ રૂપિયા સાથે જમીન અને પ્લોટ આપવાની પણ માંગણી કરી હતી. સાથે સાથે આમ પણ કહ્યું હતું જો અમારી માંગ નહિ સ્વીકારવા માં આવે તો આવનારા દિવસોમાં ગાંધીનગર તરફ કૂચ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here