આવતીકાલે દિલ્હીમાં ‘ભારત બચાવો’ રેલીથી કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

0
85

નાગરિકતા સંશોધન કાયદા પર મોદી સરકારને ઘેરશે કોંગ્રેસ

કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં આવતીકાલે તા. 14 ડિસેમ્બરના રોજ ‘ભારત બચાવો’ મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ તેમજ કાર્યકર્તાઓ સામેલ થશે.

કોંગ્રેસે આ ભારત બચાવો રેલીમાં જોડાવા માટે દેશભરમાંથી તમામ લોકોને રામલીલા મેદાન પહોંચવાનું આહ્વાન આપ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે આ રેલી ઐતિહાસિક રહેશે. કોંગ્રેસે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સાચા મુદ્દાઓ પરથી દેશની જનતાનું ધ્યાન ભટકાવામાં લાગી છે. પરંતુ કોંગ્રેસ આ તમામ મુદ્દાઓને લઇને દેશની જનતાની વચ્ચે જશે.

નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ

કોંગ્રેસની આ રેલીમાં નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ કાયદા દ્વારા ધર્મના આધારે દેશના ભાગલા પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેવું કહી સંસદના બંને સદનોમાં આ બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાયદાને પાસ થવા પર તેને ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો.

દેશ ફરી ‘પરિવર્તન’ના મૂડમાં : કોંગ્રસ અગ્રણી

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે જણાવ્યું કે દેશ આ સમયે મંદીમાંથી પસાર થઇ રહ્યો છે, બેરોજગારી તેની ચરમસીમા પર છે, મોંઘવારીની જનતા પીસાઇ રહી છે અને ખેડૂતોની સ્થિતિ સાવ ખરાબ છે. પરંતુ કેન્દ્ર સરકાર આ દિશામાં કોઇ પગલા ઉઠાવી રહી નથી. કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે અસફળ રહી છે. રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે જનતા કેન્દ્ર સરકારની નીતિઓથી પરેશાન છે, અર્થવ્યવસ્થા પૂરી ડામોડોળ થઇ ગઇ છે, જીડીપી ગ્રોથ સતત ઘટી રહ્યો છે ત્યારે દેશ ફરી ‘પરિવર્તન’ના મૂડમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here