ખૂબ ઝડપે પૃથ્વી તરફ વધી રહ્યો છે આ ખતરો, નાસાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી

0
159

મહાન નોસ્ટ્રાડેમસ અને બાબા વેન્ગા સહિતના ઘણા વિદ્વાનોએ પૃથ્વીના હોલોકોસ્ટ (વિનાશ) ની આગાહી કરી છે. બાઇબલના ‘બુક ઓફ રેવિલેશન’ પુસ્તકમાં પણ હોલોકોસ્ટનો ઉલ્લેખ છે. તમામ પ્રકારની કુદરતી આફતો સાથે સંકળાયેલ હિન્દુ ધર્મની માન્યતાઓમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું છે. શુક્રવારે રાત્રે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું અને આ દરમિયાન નાસાએ પૃથ્વીની નજીકથી પસાર થનાર આ ધૂમકેતુ માટે ચેતવણી જારી કરી હતી.

નાસાએ એસ્ટરોઇડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા આ વિશાળ ધૂમકેતુ 2020 AB2 શોધી કાઢ્યો છે. આ ધૂમકેતુ 12 જાન્યુઆરીએ પૃથ્વીની નજીકથી પસાર થશે. ધૂમકેતુ પૃથ્વી તરફ જે ગતિથી આગળ વધી રહ્યો છે તે ઉપરથી લાગે છે કે જો તે પૃથ્વી પર ટકરાશે તો તે ભયાનક સુનામી લાવી શકે છે. નાસા કહે છે કે ધૂમકેતુ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે.

જાણો શા કારણે આ ધૂમકેતુ પૃથ્વી માટે ખતરો છે

નાસાએ પણ આ એસ્ટરોઇડના કદ અને ગતિ વિશે માહિતી આપી છે. આ એસ્ટરોઇડ 49 ફુટ (15 મી) પહોળાઈ આશરે ડબલ ડેકર બસની સમકક્ષ છે અને તેના કરતા ત્રણ ગણો લાંબો છે.

નાસાના જણાવ્યા અનુસાર આ ધૂમકેતુ કલાકદીઠ 28,440 ની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. તેની ગતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તે લંડનથી ન્યૂ યોર્કનું અંતર ફક્ત 6 મિનિટમાં પૂર્ણ કરી શકે છે. પૃથ્વીની નજીકથી પસાર થનારા આ ધૂમકેતુઓના નામ એસ્ટરોઇડ 2019 YV, એસ્ટરોઇડ 2020 AL2, એસ્ટરોઇડ 2019 YF4, એસ્ટરોઇડ 2019 UO છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here