મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન : ગુજરાતમાં હેલ્મેટનો કાયદો ફરી ફરજીયાત થાય તેવી શક્યતા

0
278

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હેલ્મેટના કાયદાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ આજે નિવેદન આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હેલ્મેટનો કાયદો સરકારે સંપૂર્ણપણે નાબૂદ કર્યો નથી. તેમજ હેલ્મેટનો કાયદો માત્ર કેટલાક સમય માટે જ મરજિયાત કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા આ નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે થોડા સમય પહેલા શહેરી વિસ્તારમાં હેલ્મેટ માત્ર થોડા સમય માટે જ મરજિયાત કરવામાં આવ્યો છે. તેમજ ગુજરાતમાં હેલ્મેટનો કાયદો ફરી ફરજીયાત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત તા. 4 ડિસેમ્બરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં તાત્કાલિક અસરથી લાગુ થાય એ રીતે નગર પાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાનું મરજિયાત બનાવવામાં આવ્યું છે. જો કે તે સિવાયના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું હજુ પણ ફરજિયાત છે. સરકારના આ નિર્ણયને લોકોએ આવકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here