અયોધ્યા મામલે કાલે સુનાવણી પૂર્ણ થવાની આશા, CJIએ આપ્યા સંકેત!

0
55

વર્ષોથી કોર્ટમાં ચાલી રહેલ અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણીનો હવે અંતિમ દોર ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં 17 ઓક્ટોબર પહેલા જ આ મામલે સુનાવણી પૂર્ણ થવાની છે એટલે હવે 3 દિવસની સુનાવણી બાકી છે. ત્યારે આ મામલે કાલે સુનાવણી પૂર્ણ થવાની આશા છે જેના CJIએ સંકેત આપ્યા છે.

લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલ અયોધ્યા મામલે ચુકાદાનો સમય નજીક આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી છે. આશા છે કે કાલે લંચ વિરામ બાદ મોલ્ડિંગ ઓફ રિલીફ પર ચર્ચા થઇ જાય. સીજેઆઇએ એવા સંકેત આપ્યા છે. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો સમય નક્કી કરી નાખ્યો છે. મુસ્લિમ પક્ષના વકીલને એક કલાક અને હિન્દુ પક્ષના વકીલને 45 મિનિટનો સમય મળશે. ત્યારે ચારેય હિન્દુ પક્ષકારોને 45-45 મિનિટનો સમય આપવામાં આવશે. આ પહેલા હિન્દુ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી.

મંગળવારઆ મામલાની સુનાવણીનો 39મો દિવસ હતો

રામજન્મભૂમિ વિવાદ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સતત 39મા દિવસે પણ સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન હિંદૂ પક્ષ તરફથી પોતાની અંતિમ દલીલો રજૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દલીલો રજૂ કર્યા બાદ હિંદૂ પક્ષનું કહેવું છે કે, જમીન પર અમારો દાવો સાબિત થયો છે. મુસ્લિમ પક્ષે પોતાની વાત કરવી જોઈએ.

CJIના સવાલથી કોર્ટરૂમમાં માહોલ થયો હળવો

સુપ્રીમકોર્ટમાં અયોધ્યા મામલે 39માં દિવસની સુનાવણી દરમિયાન CJIએ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને સવાલ કર્યો હતો. અમારા પ્રશ્નોથી તમે સંતુષ્ટ છો મિ.ધવન?. ગઇકાલે મુસ્લિમ પક્ષના વકીલ ધવને દલીલ કરી હતી. હિન્દુ પક્ષને ઓછા સવાલો કરાતા હોવાની દલીલ કરી હતી. આજે SCમાં હિન્દુ પક્ષને સવાલ કરાયા હતા. CJIની ટિપ્પણી સાથે કોર્ટરૂમમાં ગંભીર મુદ્દા પર સુનાવણી વચ્ચે રમુઝ ફેલાયું હતું.

મહત્વનું છે કે, સોમવારે જ મુસ્લિમ પક્ષ દ્વારા પક્ષ તરફથી દલીલો મુકવામાં આવી હતી. જે બાદ આજે હિંદૂ પક્ષનો વારો હતો.

અહીં આપને એ પણ જણાવી દઈએ કે, રામજન્મભૂમિ વિવાદ મુદ્દે સુનાવણી પૂર્ણ થવાને માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ પોતાનો ચૂકાદો પણ આપી શકે છે. જેથી સૌ કોઈની નજર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here