પિઓકેથી આવેલ હિન્દુ શરણાર્થીના કુટુંબમાં જન્મેલી બાળકી ‘નાગરિકતા’ એ મેળવ્યું જન્મનું પ્રમાણપત્ર

0
7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના એક ભાષણમાં આ બાળકીનું ઉદાહરણ આપ્યા બાદ થઇ હતી મશહૂર

નવી દિલ્હી: પાટનગરની પુનર્વસન વસાહતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારને સોમવારે સુધારેલ નાગરિકત્વ કાયદો (CAA) ને લઈને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય જનતા પાર્ટીની આગેવાની ધરાવતી ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) એ શરણાર્થીની પુત્રી ‘નાગરિકતા’ ને તેનું જન્મ પ્રમાણપત્ર સોંપ્યું હતું.

નાગરિકતા બિલને લઈને આ બાળકીનું નામ ‘નાગરિકતા’ રખાયું હતું

યુવતીના દાદી મીરા દાસ (40) એ કહ્યું હતું કે પરિવારમાં 9 ડિસેમ્બરના દિવસે બાળકીનો જન્મ થયો હતો. અને રાજ્યસભામાં નાગરિકત્વ બિલ પસાર થયા પછી કુટુંબના સભ્યોએ તેનું નામ ‘નાગરિકત્વ’ રાખવાનું નક્કી કર્યું હતું. 11 ડિસેમ્બરે CAB (ત્યારબાદ CAA) લોકસભામાં પસાર થયું હતું.

‘ક્લેઈમ્સ કમિશનર’ ની નિમણૂક કરવા માટે દિલ્હી પોલીસે હાઈકોર્ટને પત્ર લખ્યો

દિલ્હી પોલીસે નાગરિકત્વ વિરોધી કાયદાના પ્રદર્શન દરમિયાન સંપત્તિને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ‘ક્લેઇમ્સ કમિશનર’ ની નિમણૂક માટે હાઈકોર્ટને પત્ર લખ્યો છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને લખેલા આ પત્રમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે નાગરિકતા અધિનિયમ વિરુદ્ધ કરવામાં આવેલા દેખાવોથી સરકારી સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે. આ પત્ર અનુસાર આ દેખાવો દરમિયાન સરકારી ભંડોળને નુકસાન પહોંચાડતા ઘણાં જાહેર વાહનો સહિત જાહેર અને ખાનગી મિલકતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here