ઉદ્યોગપતિ કુમાર મંગલમ્ બિરલાએ આપ્યું ડામાડોળ અર્થવ્યવસ્થાને લઈને આપ્યું સૌથી મોટું નિવેદન

0
51

દેશમાં આર્થિક મંદીના સંદર્ભમાં રાહુલ બજાજ અનેક ઉદ્યોગપતિઓ મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. જેમાં પહેલાં હર્ષ ગોયન્કા અને હવે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ સરકારની નીતિ અંગે નારાજગી વ્યકત કરી છે.

બિરલાએ એક કાર્યક્રમમા કહ્યું કે “હું પહેલા કહું છે કે હું અર્થશાસ્ત્રી નથી પરંતુ મને લાગે છે આપણે તળીયે પહોંચી ગયા છે. અત્યારે સરકાર તરફથી મોટાપાયે પ્રોત્સાહનની જરુર છે. આમ પણ રાજકોષીય નીતિ બજેટ જોગવાઈમા રાજકોષીય ખોટમા અડધા ટકાના ઘટાડાની છુટ આપે છે.”

કુમાર મંગલમ્ બિરલાએ વધુમાં કહ્યું કે સરકારે અર્થવ્યવસ્થા માટે કંપનીના કરમા કાપ મુકવો જોઈએ. તેમજ આગળ વધીને રાજકોષીય પ્રોતસાહન આપવાની જરૂર છે. વેપાર માટે પણ રાજકોષીય સૂઝ બુઝની જરૂર છે. ઉપરાંત, હાલના સમયમાં એક અસરકારક રાજકોષીય નીતિની જરૂર છે. જેનાથી આર્થિક મંદીના ઉકેલવામા મદદ મળશે.

 

આ અગાઉ ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ પણ મોદી સરકાર પર ટીપ્પણી કરી હતી. તેમણે એક કવિતા ટ્વીટ કરીને લખ્યું છે કે ‘રાજા બોલા રાત હે યહ સુબહ સુબહ કી બાત હે.’ જો કે થોડા સમય બાદ આ ટ્વીટને તેમણે ડીલીટ કરી દીધી હતી.

આમ, દેશની વર્તમાન આર્થિક સ્થિતિ માટે ઉદ્યોગપતિઓ વચ્ચે છવાયેલા ડરના માહોલ વચ્ચે એકની બાદ એક ઉધોગપતિઓ સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે ગુરુવારે નબળી ઘરેલું અને વિદેશી માંગને જોતા ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ૬.૧ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દીધું છે. તેમજ આરબીઆઈએ કહ્યું કે સરકારે કરમા કાપ સહિતના અનેક પગલા લેવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here