સેક્સ રેકેટમાં બોલિવૂડની આ હિરોઈનોનો એક રાતનો ભાવ જાણીને ચોંકી જશો!

0
509

મુંબઈ પોલીસની સોશ્યલ સર્વિસ બ્રાન્ચે બે દિવસ પહેલાં દેશી અને વિદેશી મોડેલ પાસે દેહ-વ્યવસાય કરાવવાના આરોપસર પ્રોડક્શન મૅનેજર અને કાસ્ટિંગ ડિરેક્ટરની ધરપકડ કરી હતી. સેક્સ રેકેટ અને વેશ્યાવૃત્તિના આ વ્યવસાય સાથે સંકળાયેલી 3 મહિલાઓની ધરપકડ કરાઈ છે. જેમાં બે મહિલાઓ તુર્કેમિનિસ્તાનની છે. જેઓ ફિલ્મોમાં નાના મોટા રોલ કરતી હતી

પોલીસને બાતમી મળી હતી કે અંધેરી (પૂર્વ)માં આવેલી એક થ્રી સ્ટાર હોટેલમાં સેક્સ રૅકેટ ચાલી રહ્યું છે. આથી પોલીસની ટીમે આ હોટેલમાં બોગસ ગ્રાહક મોકલીને ખાતરી થયા બાદ અહીં ૨૦ જાન્યુઆરીએ છાપો માર્યો હતો.
હોટેલમાં દેશી અને વિદેશી મળીને ત્રણ મોડેલ મળી આવી હતી જેનો પોલીસે છુટકારો કરાવ્યો હતો અને બે પુરુષ દલાલની ધરપકડ કરી હતી, જ્યારે તેની સાગરીત એક મહિલા દલાલ પલાયન થઈ ગઈ હતી. મુંબઈ પોલીસને વિગતો મળી હતી કે શહેરના ઇમ્પિરિયલ હોટલમાં એક સેક્સ રેકેટ ચાલે છે. જેમાં વિદેશી છોકરીઓ પણ છે. પોલીસે જ્યારે હોટલમાં દરોડા પાડ્યા તો ત્યાંથી 3 છોકરીઓ ઝડપાઈ હતી. જેમાંથી 2 વિદેશી એક મુંબઈની મહિલા સામેલ હતી. પોલીસે આ સમયે 2 એજન્ટોની પણ ધરપકડ કરી છે.

છુટકારો કરાયેલી બે વિદેશી મોડેલ તુર્કમેનિસ્તાન દેશની નાગરિક હોવાનું જણાયું હતું, જે ભારતમાં સ્ટુડન્ટ વીઝા પર ભણવા માટે આવી હતી. તેઓ પુણેની એક કૉલેજમાં આર્ટ્‌સનું ભણી રહી છે. આ વિદેશી યુવતીઓ થોડા સમય પહેલાં મુંબઈમાં શૂટિંગ માટે આવી હતી ત્યારે તેમનો કૉન્ટૅક્ટ દલાલો સાથે થયો હતો.પોલીસની તપાસમાં જણાયું હતું કે આ દલાલોએ જો બૉલીવૂડમાં કામ કરવું હોય અને ફિલ્મો મેળવવી હોય તો કોમ્પ્રોમાઈઝ કરવાનું તેમણે કહ્યું હતું. એક બ્રૅન્ડના પ્રમોશન માટે શૂટિંગ કરવા અમુક લોકો સાથે શારીરિક સંબંધ બાંધવાનું તેમને કહેવામાં આવ્યું હતું.

વિદેશી યુવતીઓની સાથે હોટેલમાં મળી આવેલી ભારતીય યુવતીએ પોલીસને કહ્યું હતું કે ધરપકડ કરાયેલા દલાલ ઉપરાંત ફરાર થઈ ગયેલી એક મહિલા દલાલનો વર્સોવામાં એક ફ્લૅટ છે, જ્યાં તે દેહ-વ્યવસાય કરતી યુવતીઓને લાવીને રાખે છે. વિદેશી યુવતીઓ ફિલ્મોમાં કામ કરવાની સાથે પુનાની એક કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતી હતી. પોલીસે એજન્ટ જાવેદ અને નાવેદની પણ ધરપકડ કરી છે. જેઓ ગ્રાહકો લાવતા હતા. પોલીસે પકડેલી છોકરીઓએ ખુલાસો કર્યો છે કે, તેઓ એક રાતના એક લાખ રૂપિયા ચાર્જ કરતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here