ધોલપુરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બની મોટી દૂર્ઘટના,10ના મોત

0
52

રાજસ્થાનના ધોલપુરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન એક મોટી દૂર્ઘટના બની ગઈ, અહીં પાર્વતી નદીમાં 10 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ દર્દનાક દૂર્ઘટના કાલે દીહોલી વિસ્તારમાં મહંદપુરા ગામ પાસે ભૂરા ઘાટ પર બની. વાસ્તવમાં બપોરે બે વાગે મહંમદપુરા ગામના અમુક લોકો ચંબલ નદીમાં મૂર્તિ વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા.

આ દરમિયાન બે યુવકો નદીમાં ન્હાવા માટે જતા રહ્યા અને ઝડપી વહેણમાં તણાઈ ગયા. પછી તેમને બચાવવા માટે ઘણા યુવક નદીમાં ઉતરી ગયા પરંતુ તે બધા વહેણમાં વહી ગયા. હાલમાં સ્થાનિક લોકોની સૂચના પર બચાવ દળની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here