ચેક પરત કેસમાં હવે સજાનો હુકમ કરશે ભરૂચ કોર્ટ

0
68

ભરૂચના આનંદનગરના રહીશ નિલેષકુમાર જગદીશવાળા અને આરોપી બાબુલાલ પરમાર રે .કેલોદ સાથે નોકરી કરતા હતા તેથી પરિચય હતો. આથી આરોપી બાબુલાલને નાણાંની જરૂર પડતા છૂટક છૂટક ૬ મહિના માં રૂપિયા ૩૦૦૦૦૦/- ઉછીના લઇ ગયેલા ત્યારબાદ ઉઘરાણી કરતા આરોપીએ એક્સિસ બેંકનો ચેક આપેલો જે બેંક માં રજુ કરતા પરત આવેલ.

આથી ફરિયાદી એ નોટિસ આરોપીને મોકલાવેલી જે મળી જવા છતાં અમલ કરેલો નહિ. ફરિયાદી નિલેષકુમારે તેમના વકીલ મહેન્દ્ર કંસારા મારફતે નેગો .ઇન્સ .એક્ટ ની કલમ ૧૩૮ મુજબ ની ફરિયાદ દાખલ કરાવેલી આરોપી હાજર રહેલા અને કેસ ભરૂચ ના વધારા ના જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ (ફ .ક ) પી .એન .જૈનની કોર્ટ માં ચાલતા આરોપીને ચેક પરત ફરવાના કેસમાં ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા ૩૦૦૦૦૦/- નું વળતર ફરિયાદીને ચૂકવવા આદેશ કર્યો હતો.

આથી ચેક પરતના કેસોમાં ફરિયાદી પક્ષમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. જયારે આરોપી પક્ષમાં ચિંતાનું મોજું ફેલાયું હતું.ફરિયાદી પક્ષે જાણીતા એડવોકેટ મહેન્દ્ર કંસારાએ હાજર રહી દલીલો કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here