એસ પી સ્વામીની કાર પર હુમલો, પાઈપથી હુમલો કરનારાઓએ કારનો પણ પીછો કર્યો!

0
46

ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને આચાર્ય પક્ષના એસ પી સ્વામી પર હુમલો થયો છે. તેઓ ઈનોવા કારમાં મંદિરેથી બોટાદ તરફ જવા નિકળ્યા હતા. જે સમયે તેમના પર હુમલો થયો છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે બે શખ્સોએ લોખંડની પાઈપથી તેમની કાર પર હુમલો કરી દીધો હતો. અને કાચ તોડી નાખ્યા હતા. જોકે બંને શખ્સોના હુમલાથી સ્વામીને કોઈ ઈજા થઈ નથી કારણ કે કાર હંકારી મુકી હતી.

ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ પી સ્વામી પર હુમલો થયાની વિગતો મળતાં જ પંથકમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ બે શખ્સો તેમની કાર પર પાઈપથી હુમલો કરી કાચ તોડવા લાગ્યા હતા અને જ્યારે કાર હંકારી મુકી તો બંને બાઈક સવાર પીછો કરવા લાગ્યા અને બુમો પાડતા હતા કે ઊભી રાખ સ્વામીને નીચે ઉતારો.

આ મામલે કાર ચાલક દેવેન્દ્ર પટેલ કહે છે કે અમે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે મારી સાથે એસ પી સ્વામી અને પ્રકાશ ભગત હતા, ગેટની બહાર જ હજુ નીકળ્યાને ત્યારે એક વ્યક્તિએ ગાડીના આગળના કાચ પર પાઈપ વડે હુમલો કર્યો. તેણે કાર આગળ વધી તો પાછળનો કાચ તોડી નાખ્યો જે બાદ બાઈક લઈને બંને શખ્સો પીછો કરતાં હતા. ગાડી ઊભી રાખી સ્વામીને નીચે ઉતારી દેવાની પણ બુમો પાડતા હતા.

ઉલ્લેખનીય છે કે, સ્વામી પર હુમલો થયાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી બાઈક સવારોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here