#AskSRK ટ્વિટર પર ટ્રેન્ડ થયું : શાહરૂખને એક ફેનએ પૂછ્યું, ‘મન્નત’માં એક રૂમનું ભાડું, બોલીવુડના બાદશાહે આપ્યો આ જવાબ…

0
69

શાહરૂખ ખાનને તેના ટ્વિટર પર એક પ્રશંસકે તેમને તેમના બંગલા ‘મન્નત’માં ભાડા માટેનો એક રૂમ લેવાનો પ્રશ્ન પૂછ્યો હતો. અને આ ચાહકે તેના ઘર ‘મન્નત’ માં રહેવા માટે એક રૂમનું ભાડુ પૂછ્યું હતું. આ ફેને ટ્વીટ કરતા લખ્યું, ‘સર મન્નતમાં રહેવા માટે ભાડા પર એક રૂમ જોઈએ છે, તેનો ખર્ચ કેટલો થશે?’ ચાહકના આ સવાલના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું કે, ‘આ માટે 30 વર્ષની મહેનત લાગશે.’ શાહરૂખનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ સાથે લોકો આ અંગે ઘણી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલના તબક્કા દરમિયાન અભિનયથી દૂર રહેતો હોય તેમ જણાઈ રહ્યું છે. આમ છતાં સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે. બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બાદશાહ શાહરૂખ ખાન હવે ટ્વિટર પર તેના ચાહકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે. ટ્વિટર પર #AskSRK નામથી હેઝ ટેગ પણ ટ્રેન્ડ કરી રહ્યું છે.

તે જ સમયે, અન્ય એક ચાહકે પૂછ્યું કે તમને દિલ્હીનું શું યાદ છે. તેના જવાબમાં કિંગ ખાને કહ્યું, ‘શિયાળો.’ એક યૂઝર્સે પૂછ્યું કે આ સદીમાં તે શું કરશે. તેના જવાબમાં કિંગ ખાને લખ્યું કે, ‘આ સદી મેં મારી શ્રેષ્ઠ ફિલ્મો માટે અનામત રાખી છે.’

ઉલ્લેખનીય છે કે #AskSRK સેશનની વાત કરીએ તો તેમાં ચાહકોએ શાહરૂખ ખાનને તેની આગામી ફિલ્મની જાહેરાત વિશે પૂછ્યું હતું, તો તેમાના કેટલાક લોકોએ ખૂબ રમૂજી સવાલો પણ પૂછ્યા હતા. શાહરૂખ ખાન ફિલ્મ ઝીરો પછી ફિલ્મ્સથી દૂર રહ્યો છે.

જાણવા જોગ છે કે શાહરૂખ ખાને સીરીયલ ‘ફૌજી’ થી ટીવીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, શાહરૂખ ખાનને 1993 માં રિલીઝ થયેલી ‘બાઝીગર’ માં નકારાત્મક ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બોલીવડમાં શાહરુખની ગાડી પુરપાટ વેગે દોડી હતી. જેના કારણે શાહરુખ આજે બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here