ગુજરાતમા હવે ૨૧૪ સીએનજી સ્ટેશન શરૂ કરવાની મંજુરી, ૨૦૨૦ સુધી ૧૦૦૦ સ્ટેશન કરવાનો લક્ષ્‍‍ય!

0
63

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા CNGનો વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સી.એન.જી.ના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે. મુખ્યમંત્રી એ CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનીય ક્ષેત્રોમાં વધુ ર૧૪ CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, ગુજરાતે CNGના ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં ૧૮૦૦ જેટલા CNG સ્ટેશનમાંથી ૩૧ ટકા એકલા ગુજરાતમાં એટલે કે પપ૮ CNG સ્ટેશન સ્થપાયા છે. નવા CNG સ્ટેશન્સ શરૂ થવાથી ઊપભોકતા- CNG વપરાશકારો, ગુજરાત ગેસ લિમીટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સીચ્યુએશનનું નિર્માણ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, આ નવા CNG સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે ૧પ હજાર લોકોને રોજગારી પણ મળતી થશે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ”સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાત”ની સંકલ્પના સાથે જૂન-ર૦૧૯માં CNG સહભાગી યોજનાની શરૂઆત કરીને ૩૦૦ જેટલા નવા CNG સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. ”માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે ર૧૪ સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે તે પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી ઘટના છે” એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ર૦ર૦ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧ હજાર જેટલા CNG ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવાના રાજ્ય સરકારના લક્ષ્‍યાંકની વિગતો આપતાં ઉમેર્યુ કે, પર્યાવરણની ચિંતા કરીને પ્રદૂષણ રહિત વિકાસની પ્રતિબધ્ધતા પાર પાડવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here