નિતીન ગડકરી નુ ચોકાવનારુ નિવેદન….

0
289

પૈસાની કોઇ કમી જ નથી, સરકારમાં નિર્ણય લેવાની હિંમત નથી: નિતિન ગડકરી

કેન્દ્રીય પરિવહન મંત્રી એવા નિતિન ગડકરીએ 2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવાનો લક્ષ્ય અઘરો ચોક્કસ ગણાવ્યો છે પરંતુ અશકય નથી તેમ પણ કહ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું કે, સ્થાનિક ઉત્પાદનમાં તેજી અને આયાતમાં કાપ મુકીને લક્ષ્યાંકને સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મજબૂત રાજનીતિક ઇચ્છા શક્તિની પણ જરૂર છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેખાડી છે.

બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર પર ખર્ચ થશે 5 લાખ કરોડ

નીતિન ગડકરીએ કહ્યું કે, તેમના મંત્રાલયની આ વર્ષે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચરને આગળ વધારવા માટે પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે. તેઓએ નાગપુરમાં વિશ્વૈશ્વરૈયા રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાનના હીરક જયંતી સમારંભના ઉદ્ઘાટન સમારંભને સંબોધિત કરતાં યોજના અંગે પણ જણાવ્યું. તેઓએ કહ્યું કે, છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન મેં 17 લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાકટ આપ્યા છે. આ વર્ષે મારી યોજના માળખાકીય વિકાસ પર પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે.

તેમણે પોતાના લક્ષ્યાંકોની તરફ ઇશારો કરતાં કહ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં 17 લાખ કરોડ રૂપિયાનું કામ કરાવ્યું છે અને આ વર્ષે તેઓ પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા માંગે છે. પરંતુ નિર્ણય લેવામાં જે હિંમત જોઇએ, તે સરકારમાં નથી. નીતિન ગડકરીએ યોજનાઓ પર કામ ના થવા માટે ‘સરકારની માનસિકતા’ અને ‘નકારાત્મક એટિટ્યુડ’ ને જવાબદાર ગણાવ્યો. તેમણે સરકારની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. સરકારમાં જે નિર્ણય લેવાની હિંમત જોઇએ તે નથી. તેઓએ ભારપૂર્વક કહ્યું કે, બે દિવસ પહેલાં હું એક ફોરમની મીટિંગમાં હતો. ત્યાં આઇએસ અધિકારી કહી રહ્યા હતા કે, આ શરૂ કરીશું- તે શરૂ કરીશું, તો મેં તેમણે કહ્યું કે, તમે શું શરૂ કરશો? તમારી જો શરૂ કરવાની તાકાત હોત તો તમે આઇએએસ ઓફિસર બનીને અહીં નોકરી કેમ કરતા? તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું કે હું તમને જણાવા માંગું છું કે, પૈસાની કોઇ કમી જ નથી.

MSME સેકટરમાં મળશે 5 કરોડની નોકરી

કેન્દ્રીય પરિવહન સિવાય નિતિન ગડકરી MSME મંત્રી પણ છે. તેમણે કહ્યું કે MSME સેકટર પર ફોકસ કરી નિકાસમાં તેજી લવાશે. આ સેકટરમાં તેજી આવવાથી અંદાજે 5 કરોડ રોજગારીની તક ઉભી થશે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી પ્રમાણે MSME સેકટર માટે સરકાર ખૂબ મોટા ફંડની જાહેરાત આ બજેટમાં કરી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here