Homeલાઈફ સ્ટાઈલટ્રાન્સપરન્ટ ફોન કવરનો સ્માર્ટ લૂક જાળવી રાખવા શું કરવું?

ટ્રાન્સપરન્ટ ફોન કવરનો સ્માર્ટ લૂક જાળવી રાખવા શું કરવું?

મોબાઇલ કવરમાં પીળાશ જામતી અટકાવવા માટે અથવા જો પીળાશ જામી ગઇ હોય તો તે દૂર કરવા માટે તમે ઘરે બેઠા જ કવરને ક્લિનિંગ ટ્રીટમેન્ટ આપી શકો છો.

સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખવા અને તેને સ્માર્ટ લૂક આપવા માટે ટ્રેન્ડી અને ફન્કી મોબાઇલ કવર ખૂબ લોકપ્રિય છે. વોલેટ ફોન કેસ, સિલિકોન ફોન કેસ, ટફ ફોન કેસ, લેધર ફોન કવર વગેરે જેવા ફોન કવર માર્કેટમાં ઉપલબ્ધ છે. આ બધા પ્રકારોમાં સિલિકોન ફોન કવર ખૂબ લોકપ્રિય છે. સિલિકોનના ટ્રાન્સપરન્ટ ફોન કવરની જાળવણી ખૂબ મહત્ત્વની બની જાય છે. ટ્રાન્સપરન્ટ કવર હોય તો થોડા સમયના ઉપયોગ બાદ તેમાં પીળાશ જામી જતી જોવા મળે છે. પરિણામે સ્માર્ટ ફોન સ્માર્ટ નહીં પણ ડલ દેખાવા લાગે છે. સિલિકોનના કવરને સાફ રાખવાથી તેની ચમક અને તેનો લૂક લાંબો સમય સુધી જળવાઇ રહે છે. કવરમાં પીળાશ જામતી અટકાવવા માટે અથવા જો પીળાશ જામી ગઇ હોય તો તે દૂર કરવા માટે તમે ઘરે બેઠા જ કવરને  ક્લિનિંગ ટ્રીટમેન્ટ આપી શકો છો.

– મોબાઇલ ફોન કવરને સાફ કરવા માટે સૌથી પહેલાં કવરને એક વાસણમાં પાણી લઇ તેમાં પલાળી રાખો.

– ત્યારબાદ કવર ઉપર વોશિંગ પાઉડર(ડિટર્જન્ટ પાઉડર) ભભરાવો. લિક્વિડ સોપનો પણ ઉપયોગ કરી શકાય છે.

– હવે ટૂથબ્રશની મદદથી કવરને બરાબર સાફ કરો. વોશિંગ પાઉડરને કારણે કવર પર જામેલી પીળાશ દૂર થવા લાગશે.

– જ્યાં સુધી કવર ફરીથી પારદર્શક ન દેખાવા લાગે ત્યાં સુધી તેને સાફ કરતાં રહો. થોડા સમય સુધી બ્રશ ઘસવાથી કવર પરની પાળશ દૂર થવા લાગશે.

બીજી એક રીતની વાત કરીએ…

મોબાઇલ કવરને પાણીમાં પલાળી તેના પર ટૂથપેસ્ટ લગાવો. હવે ટૂથબ્રશની મદદથી આ પેસ્ટને કવર પર બરાબર રગડો. થોડા સમય પછી ટૂથપેસ્ટ લગાવેલા કવર પર જ મીઠું નાખો અને ફરીથી તેના પર ટૂથબ્રશ ઘસો. આ પ્રક્રિયા વારંવાર કરવાથી કવરમાં પર બાઝેલી પીળાશ દૂર થશે અને કવર ફરીથી નવા જેવું બની જશે.

સમયાંતરે આ ક્લિનિંગ ટ્રીટમેન્ટ આપવાથી લાંબો સમય સુધી કવરને નવા જેવું રાખી શકાય છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments