Homeફિચર્સભારતે આઝાદીના 75 વર્ષમાં જે કાંઇ પ્રાપ્ત કર્યું છે તે એક મિસાલ...

ભારતે આઝાદીના 75 વર્ષમાં જે કાંઇ પ્રાપ્ત કર્યું છે તે એક મિસાલ છે

આઝાદીના અમૃતમહોત્સવને લઈને મહાનાયક અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા

આ ઑકટોબર મહિનામાં અમિતાભ બચ્ચન 80 વર્ષના થશે. આ ઉંમરે પણ કામ પ્રત્યેની તેમની નિષ્ઠા અને ઉત્સાહ સૌને કોઈને પ્રભાવિત અને પ્રેરિત કરે છે. અમિતાભ હવે કૌન બનેગા કરોડપતિની સીઝન 14માં જોવા મળવાના છે. બે વર્ષ બાદ અમિતાભ બચ્ચને મુંબઈની ફિલ્મ સિટીમાં મીડિયા વાતચીત કરી હતી અને આઝાદીના અમૃતમહોત્વ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ભારતે આઝાદીના 75 વર્ષમાં જે કાંઇ પ્રાપ્ત કર્યું છે તે એક મિસાલ છે. દેશે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. આઝાદીના 75 વર્ષ પૂરા થઈ ગયા હોય એવા બીજા દેશોની સ્થિતી જુઓ અને ભારતની સ્થિતી જુઓ તો ખબર પડી જશે કે ભારતની શું સ્થિતી છે? આ 75 વર્ષમાં પ્રગતિનું આસમાન સર કર્યું છે.

રવિવારે અમારો પહેલો અપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે. જેમાં કારગિલ યુદ્ધના વીર મેજર ડીપી સિંહ ભાગ લેવાના છે. તેઓ ઘાયલ થયા તો તેમને ખૂબ લોહી આપવું પડયું હતું. મેજર ડીપી સિંહને નથી ખબર કે કોણે-કોણે પોતાને રક્તદાન કર્યું છે. મેજર ડીપી સિંહ કહે છે, ‘મારા શરીરમાં પૂરા ભારતનું લોહી છે.’

હું કાર્યક્રમ પહેલા જનતાનો આભાર માનું છું જે વાંરવાર અમને ખેંચી લાવે છે. આ કાર્યક્રમમાં માત્ર હૉટસીટ પર બેઠેલો વ્યકિત જ નહીં પરંતુ કાર્યક્રમ જોઈ રહેલા દરેક દર્શકની ભાગીદારી છે. આ કાર્યક્રમ સૌને સાથે લઈને ચાલે છે જે એની ખૂબી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments