Home#Rashi future4 ઓગસ્ટ 2022 - જાણો તમારું આજનું રાશિ-ભવિષ્ય

4 ઓગસ્ટ 2022 – જાણો તમારું આજનું રાશિ-ભવિષ્ય

મેષઃ
જે લોકો અત્યાર સુધી વગર કારણે નાણાં ઉડાવી રહ્યા હતા તે લોકોને હવે પોતાના પર કાબૂ રાખવો જોઈએ. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે. આજે કોઈ વગદાર વ્યક્તિત્વના સંપર્કમાં આવી શકો છે.

વૃષભઃ
ભાઈ-બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેના કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ સર્જાશે. કાર્યક્ષેત્રમાં જૂનાં કામની પ્રશંસા થઈ શકે.

મિથુનઃ
ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને વધારશે. તમારાં વધારાનાં નાણાં સુરક્ષિત સ્થળે મૂકો, જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાતાં મગજ પર તાણ વધશે.

કર્કઃ
તમારી જાતને ભય, નફરત, ઈર્ષા અને બદલાની નકારાત્મક ભાવના છોડવા તૈયાર કરો. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલી હળવી થશે. તમારા પ્રિયપાત્રને આજે તમારી ગેરહાજરી ખૂબ ખટકશે. તમારામાં ઘણું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, આવતી તકોની પાછળ લાગો.

સિંહઃ
શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. વધુ પડતા દયાળુપણાથી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. આજે તમને તમારા બોઝના તમારા પર આકરા થવાનું કારણ મળશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાનાં અનેક કારણો આપશે.

કન્યાઃ
કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સો અપાવી શકે. સંબંધી અથવા નજીકના લોકો સાથેની ભાગીદારીમાં વેપાર કરતા લોકોને આર્થિક નુકસાન થઈ શકે. આજે તમે જે લેક્ચરમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે.

તુલાઃ
તમે નાણાં ઉછીના લેવા માટે સંપર્ક કરનારાઓની અવગણના કરો. ઘરની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો. તમારાં સપનાં સાકાર થવાની શક્યતા છે. જીવન તમને આશ્ચર્ય આપતું રહે છે, બની શકે કોઈ સારા સમાચાર આવે.

વૃશ્ચિકઃ
ઘણા સમયથી થતી નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી આજે ધનપ્રાપ્તિની શક્યતા છે. આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે. આજે તમારા મનની દુવિધા એકાગ્ર નહીં થવા દે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે.

ધનઃ
તમને એકલવાયું લાગે ત્યારે તમારા પરિવારની મદદ લો. એ તમને હતાશાથી બચાવશે અને સમજદારીભર્યા નિર્ણયો લેવામાં મદદ કરશે. કોઈ નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો. લોકો તમારાં વખાણ કરી શકે.

મકરઃ
આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરાપક્ષથી ધનલાભ થવાની શક્યતા છે. પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે. જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફક ફળ મળવાની પૂરી અપેક્ષા છે.

કુંભઃ
પોતાનાં નાણાં બચાવવા તમારે ઘરના સભ્યો સાથે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે. કામના પ્રગતિશીલ પરિવર્તનમાં સહકર્મચારીઓ સહકાર આપશે.

મીનઃ
આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો. આપવા જરૂરી હોય તો સામાવાળાથી લખાણ લ્યો. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડામાં લોકપ્રિય બનાવશે. ભૂતકાળમાં અધૂરાં છોડેલાં કામની આજે ચુકવણી કરવી પડી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments