Homeટોપ સ્ટોરીઝરેલવેમાં ચાલુ ટ્રેને પણ વેઈટિંગ – RACમાંથી ટિકિટ કન્ફર્મ થઈ શકે

રેલવેમાં ચાલુ ટ્રેને પણ વેઈટિંગ – RACમાંથી ટિકિટ કન્ફર્મ થઈ શકે

ભારતીય રેલવેએ મુસાફરો માટે નવી સુવિધા ઊભી કરી છે. RAC અને WLની ટિકિટ ચાલુ ટ્રેને પણ કન્ફર્મ થઈ શકશે.

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ મુસાફરો માટે નવી આધુનિક સુવિધા ઊભી કરી છે. રેલવે મુસાફરો અને ટિકિટ એક્ઝામિનર બંનેને આ સુવિધાનો લાભ મળશે. હવે Reservation Against Cancellation (RAC) અને WL (Waiting List)ની ટિકિટ ચાલુ ટ્રેને કન્ફર્મ થઈ શકશે. અગાઉ રેલવેમાં મુસાફરી દરમિયાન RAC અને WLના ટિકિટધારકોએ ટિકિટ કન્ફર્મેશનની અપડેટ માટે Travelling Ticket Examiner (TTE)નો સતત સંપર્ક કરવો પડતો રહેતો હતો. હવે મુસાફરોને એ અસુવિધામાંથી રાહત મળશે.

TTEને હવે ટિકિટ અપડેટ કરવા માટે HHT ડિવાઈસ અપાશે. HHT મશીનની મદદથી ચાલુ ટ્રેને ઓટોમેટિક ટિકિટ કન્ફર્મ થઈ જશે. ટિકિટ અપડેશનની માહિતી દ્વારા જ મુસાફરોને ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેમની ટિકિટ કન્ફર્મેશનની જાણકારી મળી જશે.

આ આધુનિક સુવિધા દ્વારા ચાલતી ટ્રેનમાં વેઈટિંગ અથવા આરએસી ટિકિટમાંથી ટિકિટ કન્ફર્મ કરવાની પુષ્ટિ માટે પણ Travelling Ticket Examiner (TTE)ની મદદ નહીં લેવી પડે. આ ઉપરાંત Travelling Ticket Examiner (TTE)ને ટિકિટ કન્ફર્મ કરવા વિનંતી કરવાની પણ મુસાફરોએ જરૂરિયાત રહેશે નહીં.

રેલવે મંત્રાલયના આ નિર્ણયથી રેલવે પ્રવાસ કરતા લાખો મુસાફરોને વિન્ડો ટિકિટ અને આરએસી ટિકિટ પર મોટી રાહત મળી છે. ભારતીય રેલવે વિભાગ પ્રીમિયમ, મેલ અને એક્સપ્રેસિવ ટ્રેનના Travelling Ticket Examiner (TTE) હેન્ડ હેલ્ડ ટર્મિનલ ડિવાઇસ આપવાની તજવીજમાં છે. રેલવેએ આ ડિવાઈસ માટેનું પરીક્ષણ પૂર્ણ પણ કરી લીધું છે અને આ ડિવાઈસ  TTEને આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ HHT ડિવાઈસ WL અથવા RAC નંબર અને કેટેગરી અનુસાર ખાલી બર્થની આપમેળે જ પુષ્ટિ કરી લેશે.

રેલવે વિભાગનો સરાહનીય નિર્ણય

ભારતીય રેલવેએ આ પહેલાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ કેટલીક પ્રીમિયમ ટ્રેન જેમ કે રાજધાની, શતાબ્દીમાં TTEને HTT ઉપકરણો આપ્યા હતા. આનાથી મુસાફરોને ટિકિટ કન્ફર્મેશનની માહિતી મેળવવામાં ઘણી રાહત મળી હતી. WL અથવા RAC ટિકિટ ચાર્ટ બન્યા પછી ચાલુ ટ્રેને પણ મુસાફરોએ આપમેળે ટિકિટના કન્ફર્મેશનની પુષ્ટિ કરી હતી. તેમની ટિકિટની જાણકારી ચાલુ ટ્રેને પણ મુસાફરો સુધી પહોંચી હતી. આ પાયલટ પ્રોજેક્ટની સફળતા પછી ભારતીય રેલવેએ 559 ટ્રેનોનાં TTEને કુલ 5850 ડિવાઈસ આપ્યાં છે. ભારતીય રેલવેએ આપેલી માહિતી અનુસાર પ્રીમિયમ ટ્રેનવાળી તમામ એક્સપ્રેસ ટ્રેનમાં ધીમે-ધીમે ઉપકરણો લગાવવામાં આવશે.

ડિવાઈસનું ટેસ્ટિંગ

ભારતીય રેલવે વિભાગે જણાવ્યું હતું કે, ચાલતી ટ્રેનમાં એક દિવસમાં આશરે 52 હજારથી વધુ રિઝર્વેશન હતા ત્યારે આ ડિવાઈસ પર ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું હતું. ચાલતી ટ્રેનમાં 24 હજારથી વધુ ટિકિટ HHT ડિવાઇસથી ચેક કરવામાં આવી હતી. 18 હજારથી વધુ RAC અને 9 હજારથી વધુ વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ હતી.

રેલવે મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રોજના આશરે 12.5 લાખથી વધુ રિઝર્વેશન થાય છે. જો મેલ, એક્સપ્રેસ ટ્રેનમાં HHT ડિવાઈસથી ટિકિટની તપાસ કરવામાં આવે  તો કન્ફર્મ ટિકિટની સંખ્યામાં વધારો થઈ શકે છે.

કેવી રીતે બનશે કન્ફર્મેશન લિસ્ટ?

હાલમાં ઘણી ટ્રેન TT ચાર્ટ્સના આધારે ટિકિટનું ચેકિંગ કરે છે. જે સીટ પર મુસાફર આવે નહીં તે સીટ પર ચાર્ટમાં નિશાની કરવામાં આવે છે અને તે બર્થ વેઈટિંગના અથવા RACના મુસાફરને આપી દેવામાં આવે છે. આ સંજોગોમાં સીટ ક્યા મુસાફરને આપવી એ TTE પર નિર્ભર કરે છે. હવે HHT ડિવાઈસ દ્વારા ઓટોમેટિક સિસ્ટમથી સીટ ફાળવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments