Homeયુટીલિટીલેપટોપની બેટરી લાઇફ વધારવા માટેની ટિપ્સ

લેપટોપની બેટરી લાઇફ વધારવા માટેની ટિપ્સ

વિન્ડોઝ 11 એ બેટરી લાઇફ વધારવા માટે કેટલાક વિકલ્પો ઉપલબ્ધ કરાવ્યા છે, જેનો ઉપયોગ કરીને લેપટોપની બેટરી સ્ટેન્ડબાય રહે છે અને તેની ડ્યુરેબિલિટી વધી જાય છે. યુઝર તેનો ઉપયોગ કરીને બેટરી લાઇફ વધારી શકે છે

વિન્ડોઝ દુનિયામાં સૌથી વધુ વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ છે. મોટાભાગના નવા લેપટોપમાં વિન્ડોઝ 11 ઇન્સ્ટોલ હોય છે. લેપટોપની દરેક નવી આવૃત્તિ હવે નવા ફિચર અને વધુ સારી બેટરી સાથે આવે છે. પણ લાંબો સમય ચાલે એવી બેટરી હજુ સુધી કોઇ લેપટોપમાં જોવા નથી મળતી. સમયાંતરે લેપટોપની બેટરી ચાર્જ કરવી જ પડતી હોય છે. જોકે, બેટરી વારંવાર લો(ઉતરી જતી) થઇ જતી હોય તો બેટરી લાઇફ કેવી રીતે વધારી શકાય તે જોઇએ.

બેટરી સેવરનો ઉપયોગ

જ્યારે લેપટોપ બેટરી સેવર મોડ ઉપર હોય છે ત્યારે લેપટોપ બિનજરુરી વસ્તુઓને ટેમ્પરરીરુપે બંધ કરી દે છે. એટલે કે જે વસ્તુઓ ઉપયોગમાં ન લેવાવાની હોય તેને હંગામી ધોરણે બંધ કરી દે છે. જેમકે ઓટોમોટિક ઇ-મેલ, કેલેન્ડર સિન્કિંગ, લાઇવ ટાઇલ અપડેટ અને એવી કેટલીક એપ્લિકેશન જેનો યુઝર એક્ટિવ રુપે ઉપયોગ નથી કરતા. બેટરી લાઇફ વધારવાનો સૌથી સરળ રસ્તો છે બેટરી સેવરનો ઉપયોગ કરવો. બેટરી સેવર મોડ ઓન કરવા માટે સ્ટાર્ટ બટન પર જાવ. પછી સેટિંગ્સ પર જઇને સિસ્ટમ પર જાવ. ત્યારબાદ પાવર અને બેટરીનો વિકલ્પ પસંદ કરો. તમે જ્યારે પણ ઇચ્છતા હો કે બેટરી એક નિશ્ચિત સ્તરથી નીચે જાય પછી બેટરી સેવર ચાલુ થઇ જાય તો તેના માટે બેટરી લેવલની પસંદગી કરો. બેટરી સેવરને તરત ચાલુ કરવા માટે અને નેક્સ્ટ ટાઇમ પોતાના લેપટોપને ચાર્જિંગમાં મૂકવા સુધી ઓન રાખવા માટે બેટરી સેવરને ઓન કરો. પછી નોટિફિકેશનમાં બેટરી આઇકોનના વિકલ્પને પસંદ કરો. ત્યારબાદ બેટરી સેવર ક્વિક સેટિંગ વિકલ્પ પસંદ કરો.

એક્ટિવ પરફોર્મન્સ માટે ઓછી ડ્યુરેશન

ઓછી ડ્યુરેશન લેપટોપની બેટરી બચાવવામાં મદદ કરે છે. પરિણામે સ્ક્રીન ટાઇમને ઘણા ખરાં અંશે ઓછો કરી નાખે છે. તેના માટે સ્ટાર્ટ બટન પર જાવ અને પછી સેટિંગ્સ પર ક્લિક કરો. ત્યારબાદ સિસ્ટમ પર જઇને પાવર અને બેટરી વિકલ્પની પસંદગી કરો. ત્યારબાદ સ્ક્રીન અને સ્લીપ વિકલ્પ પસંદ કરો. ઓન બેટરી પાવર માટે ટર્ન ઓફ માય સ્ક્રીન વિકલ્પ પસંદ કરો.

ડિસપ્લેની બ્રાઇટનેસ ઓછી રાખો

સૌથી પહેલા સ્ટાર્ટ બટન પર જાવ. ત્યારબાદ સેટિંગ્સ માં જઇને સિસ્ટમ પર જાવ અને ડિસપ્લે પર જઇને બ્રાઇટનેસનો વિકલ્પ પસંદ કરી તમારી મરજી અનુસાર બ્રાઇટનેસ પસંદ કરો.

સ્ક્રીન રિફ્રકેશ રેટ

સ્ક્રીન રિફ્રેશ રેટ તમારા ડિવાઇસના પરફોર્મન્સને વધારે સારું બનાવે છે. પણ તેના કારણે બેટરીનો વપરાશ પણ વધી જાય છે. જો તમે સ્ક્રીન રિફ્રેશ રેટ ઓછો કરવા ઇચ્છતા હો તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. પછી સેટિંગ્સમાં જઇને સિસ્ટમ પર જાવ. ત્યારબાદ ડિસપ્લે વિકલ્પ પસંદ કરો અને પછી એડવાન્સ્ડ ડિસપ્લે વિકલ્પની પસંદગી કરો. ત્યારબાદ ઓછા રિફ્રેશ રેટની પસંદગી કરો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments