Homeરાષ્ટ્રીયભારત અને માલદીવ વચ્ચે થયા 6 MoU: માલદીવને કરાઈ 100 મિલિયન ડોલરની...

ભારત અને માલદીવ વચ્ચે થયા 6 MoU: માલદીવને કરાઈ 100 મિલિયન ડોલરની જાહેરાત

માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ સોલિહ સાથે મુલાકાત બાદ PM મોદીનું એલાન

માલદીવના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી સાથે તેમણે 6 મહત્ત્વના MoU કર્યા. આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી દ્વારા માલદીવને મોટી સહાયની જાહેરાત કરવામાં આવી. જે અંતર્ગત માલદીવને 100 મિલિયન ડોલરની ક્રેડિટ લાઇન અને 2 હજાર સોશિયલ હાઉસિંગ યુનિટ માટે નાણાકીય સહાય પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી.
ભારત અને માલદીવ વચ્ચે થયેલા 6 MoUમાં ક્ષમતા નિર્માણ, સાઇબર સુરક્ષા, આવાસ, આપત્તિ વ્યવસ્થાપન અને માળખાકીય સુવિધાઓમાં સહયોગની સુવિધાનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, હિન્દ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય અપરાધ, આતંકવાદ અને નશીલા દ્રવ્યોની દાણચોરીનો મુદ્દો ગંભીર બની રહ્યો છે, તેવા તબક્કામાં ભારત અને માલદીવના સંબંધ આ વિસ્તારમાં શાંતિ માટે ખૂબ મહત્ત્વના છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત માલદીવની કોઈપણ જરૂરિયાતને પ્રતિસાદ આપનારું પ્રથમ રાષ્ટ્ર બની રહ્યું છે અને કાયમ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments